ગુજરાતથી ડંકી રૂટથી US ગયેલા કેટલાકના મોત, 33 લોકો ડિપોર્ટ: એજન્ટ પર અનેક વખત ધોસ વધી, કેટલાક એજન્ટ વિદેશમાં તો હજી કેટલાક ભૂગર્ભમાં ઊતરી ગયાની શકયતા

ગુજરાતથી ડંકી રૂટથી US ગયેલા કેટલાકના મોત, 33 લોકો ડિપોર્ટ:એજન્ટ પર અનેક વખત ધોસ વધી, કેટલાક એજન્ટ વિદેશમાં તો હજી કેટલાક ભૂગર્ભમાં ઊતરી ગયાની શકયતા
Email :

પોતાના પરિવારથી દૂર જઈને એક નવી શરૂઆત કરવા માટે અનેક લોકો ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જવા માટે એજન્ટોનો સહારો લેતા હોય છે. ઘણી વખત લોકો પોતે અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકી દે છે. એજન્ટ માત્ર રૂપિયા માટે લોકોને ગમે તેમ કરીને વિદેશની ધરતી ઉપર પહોંચાડી દે છે. જેમાં ખાસ કરીને ગુજરાતથી અમેરિકા જવા માટે આખી સિસ્ટમ સેટ કરી દીધી હોય છે. અમેરિકાએ ગેરકાયદેસર વસતા ભારતીયોને પરત મોકલી દીધા છે.

આ પહેલા પણ ગેરકાયદેસર ગયેલા લોકોને અમેરિકાની સરહદ પાર થાય તે પહેલા જ પોતાનો જીવ ગુમાવવો પડ્યો અથવા કેટલાકને બીજા દેશની સરહદથી પાછા વાળી દેવામાં આવ્યા હતાં. આ વખતે અમેરિકા સરકાર દ્વારા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે, ત્યારે ફરી એક વખત એજન્ટની સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આવા આયોજનો કોણ કરે છે અને તેની પાછળ કોણ ખેલાડી છે? તે જાણવા હવે રાષ્ટ્રીય સ્તરની એજન્સી ફરી તપાસ શરૂ કરે તેવી શક્યતા

છે. ગેરકાયદે વિદેશ જતા ગુજરાતીઓના રુવાડા ઊભા કરી દે તેવા કિસ્સા... કિસ્સો 1: ડિગુંચા પરિવારનું કેનેડાની અમેરિકામાં સરહદ નજીક માઇનસ 35 ડિગ્રીમાં મોત એક વર્ષ પહેલાં ડિંગુચાના એક પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં જાન્યુઆરી 2022માં ડિંગુચા ગામના જગદીશભાઈ પટેલ, તેમનાં પત્ની વૈશાલીબેન, પુત્રી વિહંગા (ગોપી) અને પુત્ર ધાર્મિક કેનેડા બોર્ડરથી અન્ય સાત લોકો સાથે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. જે તે સમયે ચારેય લોકો કાતિલ ઠંડીના કારણે

મોતને ભેંટ્યા હતા. અમેરિકા જવા માટે અનેક વખત અલગ-અલગ લોકો પ્રયાસ કરતા હોય છે. તેમાં ગુજરાતના ડિંગુચાનો કેસ સૌથી ભયાનક છે, જેમાં આખો પરિવાર ઠંડીમાં થીજી ગયો અને તેમના મૃતદેહ મળી આવ્યા હતા. જેનાથી ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તેના પ્રત્યાઘાત પડ્યા હતા. કિસ્સો 2: ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર 4 દિવસ રોકાણ બાદ તેમને પરત મોકલવામાં આવ્યા માનવ તસ્કરીના આરોપસર ફ્રાન્સમાં રોકવામાં આવેલી દુબઈ-નિકારાગુઆ ફ્લાઇટના 276 ભારતીય પ્રવાસીઓ મંગળવારે મુંબઈ આવી પહોંચ્યા હતા.

ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર 4 દિવસ રોકાણ બાદ તેમને પરત મોકલવામાં આવ્યા હતા. તમામ પેસેન્જરોની સીઆઇએસએફ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. બે બાળકો સહિત 25 પ્રવાસીઓએ ફ્રાન્સ સરકારનો આશ્રય માગ્યો હોવાથી તેઓ ત્યાં જ રોકાયા હતા. કબૂતરબાજી સંડોવાયેલા 21 પેસેન્જરની તપાસ થશે આ દરમિયાન કબૂતરબાજીના કૌભાંડમાં 21 પેસેન્જર ગાંધીનગર, આણંદ અને મહેસાણા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જો કે, ફ્રાંસથી ડિપોટ કરાયા બાદ મુંબઈ આવી પહોંચેલા આ 21 પેસેન્જર તેમના ઘરે પહોંચ્યા.

જ્યારે બીજી બાજુ સીઆઈડી ક્રાઈમની ટીમે આ 21 પેસેન્જરોના નામ, સરનામા, મોબાઈલ નંબરની માહિતી મેળવી લીધી હતી, જેના આધારે બુધવારથી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ લોકો ક્યાં એજન્ટ મારફતે, કેટલા પૈસા આપીને ગયા હતા, તે દિશામાં તપાસ કરવામાં આવી હતી. બોબી પટેલનો સાથી પોલીસ પકડથી દુર ગુજરાતમાંથી ગેર કાયદેસર રીતે વિદેશ જવા માટે અનેક એજન્ટો દ્વારા લોકોને પેકેજમાં વિદેશ લઈ જવામાં આવે છે. જેમાં ખાસ કરીને 70 લાખથી

સવા કરોડ સુધીના પેકેજમાં અમેરિકા સુધી પહોંચાડવામાં અલગ-અલગ દેશમાં અલગ-અલગ એજન્ટ અને વ્યવસ્થાની અલગ-અલગ ભૂમિકા હોય છે. જેમાં ખાસ કરીને અગાઉ ગુજરાત પોલીસે જ્યારે બોબી પટેલની ધરપકડ કરી ત્યારે બોબી પટેલ પાસે અનેક ખુલાસા થયા હતાં. બોબી પટેલ મૂળ અમદાવાદનો છે અને તેનો સાથી મુન્નો ખત્રી હાલ વિદેશમાં છે. તે પણ કબૂતરબાજીના રેકેટમાં તેટલું જ સામે હતો. આ બંને ભેગા મળીને અમદાવાદની એક ક્લબમાં સાથે હતા અને ત્યારબાદ તેમણે કબૂતરબાજીની શરૂઆત

કરી હતી. ત્યારબાદ બોબી પટેલની ધરપકડ થઈ અને તેનો હજી એક સાથીદાર મુન્નો ખત્રી ભાગી ગયો છે. જેની ધરપકડ થયા બાદ અત્યારે રેકેટના હજી પણ તાર ખુલી શકે તેમ છે. વિદેશી નાગરિકોને પરત મોકલવા અમેરિકા સરકારની ઝુંબેશ સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં નવી સરકાર રચાયા બાદ ગેર કાયદેસર રહેતા વિદેશી નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવા માટેની આખી ઝુંબેશ શરૂ થઈ છે. એમાં ખાસ કરીને આ વખતે અલગ-અલગ બોર્ડરથી અમેરિકામાં ઘૂસી જતા

પહેલા પકડાયેલા ભારતીય નાગરિકોને પરત મોકલવામાં આવ્યા છે, જે અંગે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ચર્ચા છે. તેમાં ખાસ કરીને આ વખતે આવા લોકોને પકડાવી દેવા માટે અમેરિકન સરકાર દ્વારા ઇનામ આપવામાં આવતું હોવાનું પણ જાણવા મળે છે, જેના કારણે એજન્ટનો ખેલ ઊંધો પડ્યો અને અનેક લોકોની વિગત સરકાર પાસે પહોંચી ગઈ. જે દરમિયાન મોટાભાગના લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા પહેલા પકડાયા હોવાનું પરત આવેલા મુસાફરો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Related Post