બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બની!: સોનમ કપૂરે પૉકેટમની માટે વેઇટરની નોકરી કરી, માગીને કપડાં પહેર્યાં; ફેમિલી માટે ફિલ્મોને પડતી મૂકી

બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બની!:સોનમ કપૂરે પૉકેટમની માટે વેઇટરની નોકરી કરી, માગીને કપડાં પહેર્યાં; ફેમિલી માટે ફિલ્મોને પડતી મૂકી
Email :

બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ એક્ટ્રેસ ગણાતી સોનમ કપૂર પોતાની સ્પષ્ટ અને બિનધાસ્ત અભિવ્યક્તિ માટે ઘણી જાણીતી છે. પોતાના બેબાક અને સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતી સોનમ ઘણીવાર કંઈક એવું બોલી જાય છે, જેના કારણે તેની આકરી ટીકા થાય છે. ક્યારેક તેને નેપોટિઝમ (ભાઈ-ભત્રીજાવાદ)ના મુદ્દે ટ્રોલ કરવામાં આવે છે. તો ક્યારેક તે સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ (જાતીય સતામણી) જેવા મુદ્દાઓ પર ખૂલીને વાત કરે છે. 9 જૂન 1985ના રોજ મુંબઈમાં બોલિવૂડ સ્ટાર અનિલ કપૂર અને પૂર્વ મૉડલ સુનિતા કપૂરના ઘરે જન્મેલી સોનમ આજે પોતાનો 40મો જન્મદિવસ ઊજવી રહી છે. વધારે વજનને કારણે લોકોએ મજાક ઉડાવી સોનમ કપૂરને પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS) નામની બીમારી હતી, જેના કારણે તેને ઘણી હોર્મોનલ સમસ્યાઓ હતી. બરખા દત્તની 'મોજો સ્ટોરી' સાથેની વાતચીત દરમિયાન સોનમે જણાવ્યું હતું કે, 'હું 16 વર્ષની થઈ ત્યારે મારું વજન વધી ગયું હતું. મારા ચહેરા પર વાળ હતા અને ખીલ નીકળવા લાગ્યા હતા. લોકો મારી મજાક ઉડાવતા અને કહેતા કે, ઓહ, આ અનિલ કપૂરની દીકરી છે. જોકે, તે બીમારી ઉંમર વધવાની સાથે જતી રહી પરંતુ હું તેનાથી ખૂબ દુઃખી હતી. ડાયાબિટીસ માટે પિતાને દોષિત માનતી હતી પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS) ઉપરાંત સોનમને 17 વર્ષની ઉંમરે ડાયાબિટીસ વિશે પણ જાણ થઈ.

તેને લાગતું હતું કે આ આનુવંશિક (જિનેટિક) છે. તે પોતાના પિતા અનિલ કપૂરને દોષી ઠેરવતી હતી. પછી તેની માતાએ તેને સમજાવ્યું કે આવું હોર્મોનલ અસંતુલન (ઇમ્બેલેન્સ) અને ખોરાકની ખોટી આદતોને કારણે થાય છે. આમાં માતા-પિતાનો કોઈ વાંક હોતો નથી. હતાશ થયેલી સોનમને કાજોલ પાસેથી પ્રેરણા મળી જ્યારે સોનમ હોર્મોનલ સમસ્યાઓથી પરેશાન હતી, ત્યારે તેની માતાએ તેને આશ્વાસન આપવા માટે એક્ટ્રેસ કાજોલનો ફોટો બતાવ્યો. તે સમયે કાજોલની આઈબ્રોમાં ગેપ નહોતો. તેણે ક્યારેય પોતાની આઈબ્રો કરાવી નહોતી. કાજોલનો ફોટો બતાવતા સોનમની માતાએ કહ્યું હતું કે, 'તેને જો! તે આ સમયે સૌથી મોટી હિરોઈન છે.' સોનમે કહ્યું, 'તે જોઈને મેં કાજોલ પાસેથી પ્રેરણા લીધી હતી. પછી 17 વર્ષની ઉંમરે મને સંજય લીલા ભણસાલીએ કામનો મોકો આપ્યો.' પિતા સ્ટાર હોવા છતાં વેઈટરની નોકરી કરવી પડી અનિલ કપૂર જેવા મોટા સ્ટારની દીકરી હોવા છતાં સોનમ કપૂરને વેઈટરની નોકરી કરવી પડી હતી. આ વાતનો ખુલાસો ખુદ સોનમ કપૂરે અનુપમ ખેરના શોમાં કર્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, 'મુંબઈમાં 10મા ધોરણ સુધી ભણ્યા પછી હું સિંગાપોરમાં જઈને ભણી રહી હતી. તે દિવસોમાં મને વધારે પોકેટ મની મળતી નહોતી. મને ફાસ્ટ ફૂડ ખાવાનો ખૂબ શોખ હતો, તેથી મેં થોડા દિવસો માટે મેક્સિકન

રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી પણ કરી હતી.' એક્ટ્રેસ કપડાં ઉધાર લઈને પહેરતી હતી શરૂઆતના દિવસોમાં સોનમ કપૂર ફેશન ડિઝાઇનર્સ પાસેથી કપડાં ઉધાર લઈને પહેરતી હતી. આ વાતનો ખુલાસો તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે, 'મારી મમ્મીના કારણે, હું આંતરરાષ્ટ્રીય અને ભારતીય ફેશન ડિઝાઇનર્સને સ્ટાર માનતી હતી. આ કોઈ ઇમેજ રજૂ કરવાની વાત નહોતી, પરંતુ ફેશન પ્રત્યેનો મારો સાચો પ્રેમ હતો. મને અહેસાસ થયો કે મોટાભાગે લોકો કપડાં ઉધાર લેતા નથી, તેથી મેં કપડાં ઉધાર લેવાનું શરૂ કર્યું. દરેક વખતે દરેક વસ્તુ ખરીદવી સમજદારી ન કહેવાય. મેં ઘણી બધી ખરીદી કરી પણ મને ઉધાર લેવું વધુ વ્યવહારુ લાગ્યું. આ વાત આતંરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય હતી પણ ભારતમાં નહીં. મને એ સમયે જે યોગ્ય લાગ્યું, મેં તે જ કર્યું. તે સમયે હું 20 વર્ષની હતી, કોઈ પણ ઇરાદા વિના બસ ફેશન પ્રત્યે પોતાના જુસ્સા પર કામ કરતી હતી. બોયફ્રેન્ડે મજાક ઉડાવી તો બ્રેકઅપ કરી લીધું ફિલ્મોમાં એન્ટ્રી પહેલાં લોકો સોનમના વધુપડતા વજનની લોકો ખૂબ મજાક ઉડાવતા હતા. સોનમ બધાની વાતોને અવગણતી હતી, પરંતુ જ્યારે તેના બોયફ્રેન્ડે મજાક ઉડાવી ત્યારે તેના દિલ પર વાત લાગી ગઈ. સિમી ગરેવાલના એક ચેટ શોમાં સોનમ કપૂરે

જણાવ્યું હતું કે તેનો પહેલો બોયફ્રેન્ડ ડચ નેધરલેન્ડનો હતો. સોનમ જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેના બોયફ્રેન્ડે તેના વજનની મજાક ઉડાવી હતી. આ કારણે જ સોનમે પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. આનંદ આહુજા પહેલાં આ લોકોને પણ સોનમ ડેટ કરી ચૂકી હતી ફિલ્મ 'સાવરિયા'ના શૂટિંગ દરમિયાન સોનમ અને રણબીર કપૂર વચ્ચે નિકટતાની ચર્ચાઓ હતી. સોનમે ખુદ કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં રણબીર સાથેના પોતાના અફેરની વાત સ્વીકારી પણ હતી પરંતુ કહેવાય છે કે રણબીરે દીપિકા પાદુકોણ માટે સોનમને છોડી દીધી હતી. ત્યાર પછી સોનમ કપૂરે કસમ ખાધી કે તે કોઈ એક્ટરને ડેટ નહીં કરે. રણબીરથી બ્રેકઅપ પછી પુનિત મલ્હોત્રાની એન્ટ્રી રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયા પછી સોનમનું નામ જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ભત્રીજા અને ડિરેક્ટર પુનિત મલ્હોત્રા સાથે જોડાયું. કહેવાય છે કે, જ્યારે પુનિત ફિલ્મ 'આઈ હેટ લવ સ્ટોરીઝ' ડિરેક્ટ કરી રહ્યો હતો, ત્યારે બંનેનું અફેર શરૂ થયું હતું. લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી તેમના વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. બિઝનેસમેન સાહિર બેરી સાથે પણ નામ જોડાયું પુનિત મલ્હોત્રા સાથે બ્રેકઅપ થયા પછી સોનમ કપૂરનું નામ બિઝનેસમેન સાહિર બેરી સાથે જોડાયું, જોકે સોનમને જ્યારે ઘણીવાર ઇન્ટરવ્યૂમાં સાહિર વિશે

પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. સોનમ કપૂરે તેના લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ અને બિઝનેસમેન આનંદ આહુજા સાથે 8 મે 2018ના રોજ લગ્ન કર્યાં હતાં. એક્ટ્રેસે 22 ઓગસ્ટ 2022ના રોજ દીકરા વાયુને જન્મ આપ્યો હતો. હાલમાં તે પોતાની ફેમિલી લાઇફ અને મધરહુડ ફેઝને ખૂબ માણી રહી છે. 'આંટી' કહેતાં ઐશ્વર્યા ભડકી ગઈ હતી સોનમ કપૂર સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. તે ઘણીવાર એવું કંઈક બોલી જાય છે, જેના કારણે તેની આકરી ટીકા થાય છે. ઐશ્વર્યા રાય ઘણાં વર્ષોથી લોરિયલની બ્યૂટી બ્રાન્ડ સાથે જોડાયેલી હતી, પરંતુ 2009માં સોનમ કપૂરને લોરિયલની એમ્બેસેડર બનાવવામાં આવી. ત્યાર બાદ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે સોનમ કપૂરને ઐશ્વર્યા રાય બચ્ચનને બ્રાન્ડ- એમ્બેસેડર પદેથી હટાવવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે સોનમે ઐશ્વર્યાને આંટી કહેતાં કહ્યું હતું કે 'ઐશ્વર્યા બીજી પેઢીની આંટી છે.' આ વાત સાંભળીને ઐશ્વર્યા ભડકી ગઈ હતી. બાદમાં સોનમ કપૂરે પોતાની સફાઈમાં કહ્યું હતું કે 'ઐશ્વર્યાએ તેના પિતા અનિલ કપૂર સાથે કામ કર્યું છે, તેથી તેમને આંટી કહેવું સ્વાભાવિક છે.' સોનમ કપૂર અવારનવાર પોતાનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. નેપોટિઝમના મુદ્દે ટ્રોલ કરાઈ હતી સોનમ કપૂરને નેપોટિઝમ (ભાઈ-ભત્રિજાવાદ)ના મુદ્દે પણ ઘણી ટ્રોલ કરવામાં

આવે છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછીથી જ બધા સ્ટારકિડ્સ ટ્રોલર્સના નિશાન પર આવી ગયા હતા. નેપોટિઝમના મુદ્દે સોનમ કપૂર, સોનાક્ષી સિંહા અને અનન્યા પાંડે સહિત ઘણી એક્ટ્રેસને સતત ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સતત વાંધાજનક કમેન્ટ્સ અને મેસેજ જોઈને સોનમ કપૂરે પોતાની ચૂપકીદી તોડીને નેપોટિઝમના મુદ્દે અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. સોનમ કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, 'આ કેટલીક કમેન્ટ્સ છે, જે મને મળી રહી છે. મીડિયા અને દરેક પ્રકારના લોકો જે આને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભડકાવી રહ્યા છે. આ બધું તમારા પર આધાર રાખે છે. લોકો વાતો કરી રહ્યા છે કે, કોઈ વ્યક્તિએ કેવી રીતે દયાળું હોવું જોઈએ અને પોતે બીજાઓ સાથે તેનાથી પણ ખરાબ વર્તન કરી રહ્યા છે.' સુશાંત સિંહ રાજપૂત પર કોમેન્ટ કરીને ટ્રોલ થઈ હતી સોનમ કપૂરે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને એક ટ્વીટ કર્યું હતું, જે ખૂબ વાઇરલ થયું હતું. સોનમે પોતાના આ ટ્વીટમાં લખ્યું હતું કે, 'કોઈના મૃત્યુ માટે તેની ગર્લફ્રેન્ડ, એક્સ ગર્લફ્રેન્ડ, પરિવાર અને કલીગ (સહકર્મી)ને દોષી ઠેરવવા એ અજ્ઞાનતા છે.' સોનમે એવા લોકો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું હતું, જેઓ સુશાંતની આત્મહત્યા માટે તેની ગર્લફ્રેન્ડ અને

એક્સ ગર્લફ્રેન્ડને જવાબદાર ઠેરવી રહ્યા હતા. સોનમના આ ટ્વીટ પછી સોશિયલ મીડિયા પર નેપોટિઝમ પર વિવાદ છેડાઈ ગયો હતો. આ પછી સોનમ કપૂરને પોતાનો કમેન્ટ સેક્શન બંધ કરવો પડ્યો હતો. જાતીય સતામણીનો ભોગ બની હતી સોનમ જાતીય સતામણી (સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ) જેવા મુદ્દા પર ખૂલીને વાત કરે છે. એક્ટ્રેસ ફિલ્મ ક્રિટીક રાજીવ મસંદના યર એન્ડિંગ શો 'ધ બોલિવૂડ રાઉન્ડ-ટેબલ 2016'માં બાળપણમાં થયેલી છેડતી વિશે ખૂલીને વાત કરી હતી. સોનમે કહ્યું હતું કે, 'દરેક વ્યક્તિ બાળપણમાં જાતીય શોષણનો ભોગ બને છે. બાળપણમાં મારી સાથે એવો એક ભયાવહ બનાવ બન્યો હતો. આ વિશે મેં 2-3 વર્ષ સુધી કોઈને જણાવ્યું નહોતું.' 'પ્રાઇવેટ પાર્ટ્સને સ્પર્શ કર્યો હતો'-સોનમ કપૂર સોનમે જણાવ્યું હતું કે 'હું મારા મિત્ર સાથે ગેટી ગેલેક્સી થિયેટરમાં રવિના ટંડન અને અક્ષય કુમારની ફિલ્મ જોવા ગઈ હતી. એ સમયે મારી ઉંમર કંઈક 13-14 વર્ષની હશે. અમે બધી છોકરીઓ સમોસાં ખરીદવા ગઈ. અમે એકબીજાના ખભા પર હાથ રાખીને ઊભાં હતાં. હું સૌથી લાંબી હતી એટલે સૌથી છેલ્લે ઊભી હતી. તેવામાં પાછળથી કોઈ માણસ આવ્યો અને તેણે મારા બ્રેસ્ટ દબાવી દીધા. સ્વાભાવિક રીતે એ વખતે મારા બ્રેસ્ટ નહોતાં. આવું થતાં હું ધ્રૂજી ગઈ. અંદરથી પૂરી રીતે હલી ગઈ. મને કંઈ

સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. હું બસ રડવા લાગી. મેં આ વિશે કોઈને વાત ન કરી. હું ચૂપચાપ ફિલ્મ જોવા લાગી. એ સમયે મને લાગ્યું કે, જાણે મેં કંઈક ખોટું કરી દીધું હોય. 2-3 વર્ષ સુધી તો મેં કોઈને પણ આ વિશે વાત ન કરી. હું જાણું છું કે ઘણા લોકો આ પ્રકારની ઘટનાઓમાંથી પસાર થાય છે.' 'મિત્રો પણ જાતીય સતામણીનો ભોગ બની ચૂક્યા છે' સોનમ કપૂરે કહ્યું હતું કે 'ઇન્ડસ્ટ્રીમાં પણ લોકોને જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે.' સોનમે પોતાની એક મિત્ર સાથે થયેલી જાતીય સતામણી વિશે ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે, 'ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ દરેક વ્યક્તિ આ અંગે અવાજ ઉઠાવતી નથી. મારા બે ખૂબ ખાસ મિત્રોને આનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમણે આ વિશે કોઈ ફરિયાદ કરી નહોતી. મારું માનવું છે કે, આની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.' બેડરૂમ સિક્રેટ્સ વિશે ખૂલીને વાત કરી સોનમ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા અનુભવો શેર કરવામાં પણ ખચકાતી નથી. વોગ (Vogue) સાથેના એક ઇન્ટરવ્યૂમાં સોનમ કપૂરે પોતાના બેડરૂમનાં રહસ્યો વિશે વાત કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, 'હું રાત્રે મારા બેડરૂમની લાઇટ ક્યારેય

બંધ કરતી નથી. મને લાઇટ ચાલુ રાખવી જ પસંદ છે. આ ઉપરાંત મને એક્સાઇટેડ કરવા માટે ફોર પ્લે કરતાં ડર્ટી ટૉક્સ વધુ પસંદ છે.' ભાઈને જરૂરી સેક્સ એડવાઇસ આપી સોનમ કપૂરે પોતાના ભાઈ હર્ષવર્ધનને એક જરૂરી સેક્સ એડવાઈસ આપી હતી. આ વાતનો ખુલાસો સોનમે નેહા ધૂપિયાના પોડકાસ્ટ શો '#NoFilterNeha' દરમિયાન કર્યો હતો. સોનમે કહ્યું હતું કે, 'છોકરીઓને લઈને હર્ષનો ટેસ્ટ ખૂબ ખરાબ છે. હું આ ડાયરેક્ટલી નથી કહી શકતી. તેણે નક્કી કર્યું છે કે, તે ક્યારેય મારા અને રિયા (બહેન) જેવી છોકરીઓને ડેટ કરવા માંગતો નથી.' આ દરમિયાન સોનમ અને રિયાએ હર્ષની લાઇફમાં આવેલી છોકરીને લઈને કમેન્ટ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'તે (છોકરી) સ્વીટ છે, પણ અજીબ છે. ખરાબ નથી, પણ તેને તેનાથી વધુ સારી મળી શકતી હતી. છોકરીઓને લઈને તારો આટલો ખરાબ ટેસ્ટ શા માટે છે? અમને આશા છે કે તું પ્રોટેક્શનનો ઉપયોગ કરતો હઈશ.' ફિલ્મોથી દૂર, ફેમિલી લાઇફમાં વ્યસ્ત છે સોનમ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાવરિયા'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર સોનમ કપૂર ફિલ્મોમાં વધુ સક્રિય નથી. એક્ટ્રેસ છેલ્લે 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્લાઇન્ડ'માં જોવા મળી હતી. સોનમ હાલમાં પોતાની ફેમિલી લાઇફ અને મધરહુડને માણી રહી છે.

Leave a Reply

Related Post