દક્ષિણ આફ્રિકાની વિઝા પ્રક્રિયા વધુ સરળ, ડિજીટલ દસ્તાવેજો સાથે મળશે મંજૂરી:

દક્ષિણ આફ્રિકાની વિઝા પ્રક્રિયા વધુ સરળ, ડિજીટલ દસ્તાવેજો સાથે મળશે મંજૂરી
Email :

દક્ષિણ આફ્રિકાએ ભારતીયો માટે વિઝા પ્રક્રિયા સરળ કરી, નવી ડિજીટલ ETA સિસ્ટમ શરૂ દક્ષિણ આફ્રિકાએ ભારતીય નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતી નવી ડિજીટલ એન્ટ્રી ટ્રાવેલ એગ્રિમેન્ટ (ETA) સિસ્ટમ શરૂ કરી છે. આ જાહેરાત દક્ષિણ આફ્રિકાના પર્યટન મંત્રી પેટ્રિકા ડે લિલેએ કરવી હતી, જે ટૂરિઝમ ઈકોનોમીને મજબૂત બનાવવાના હેતુ સાથે કરવામાં આવી છે. આ સિસ્ટમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ અસરકારક ઈ-વિઝા સેવાઓ આપશે. વિઝા પ્રક્રિયા ઝડપી બનશે વિઝાની જરૂરીયાતોને ધ્યાનમાં રાખતાં મંત્રાલયે દક્ષિણ આફ્રિકાના મિશન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની સંખ્યા ત્રણ પર લાવી છે. વધુ પડતા ડોક્યુમેન્ટ્સનો બોજ

દૂર કરવાથી મુસાફરો સરળતાથી અને ઝડપી વિઝા મેળવી શકશે. આ નવી ટુર ઓપરેટર સ્કીમના પ્રથમ તબક્કામાં 23 અરજીઓ ભારતમાં આવેલી ઓપરેટર્સ તરફથી આવી ચૂકી છે. ગ્રૂપ ટ્રાવેલર્સ માટે બલ્ક વિઝા પ્રક્રિયા પણ સક્ષમ કરવામાં આવી છે. ડાયરેક્ટ ફ્લાઇટ રૂટ વધારાશે પર્યટન મંત્રીએ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વધુ ડાયરેક્ટ ફ્લાઇટ રૂટ વધારવાની યોજનાઓનું પણ અનાવરણ કર્યું છે. તે માટે ભારતની ટોચની એરલાઇન એર ઇન્ડિયા અને ઇન્ડિગો સાથે બેઠક યોજવામાં આવશે, જેથી મુંબઈ અને જોહ્ન્સબર્ગ વચ્ચે 2015માં બંધ કરાયેલી ડાયરેક્ટ ફ્લાઇટ રૂટને ફરી શરૂ કરી શકાય. 1 લાખ ભારતીય

પ્રવાસીઓ લાવવામાં લક્ષ્ય દક્ષિણ આફ્રિકા સતત તેની ટુરિસ્ટ વિઝા પોલિસી સુલભ બનાવી રહી છે. આ વર્ષના અંત સુધી 1 લાખ ભારતીય પ્રવાસીઓ આકર્ષવાનો દક્ષિણ આફ્રિકાનો હેતુ છે. હાલમાં, દક્ષિણ આફ્રિકામાં ભારતીયોનો વિદેશી પ્રવાસીઓમાં 3% હિસ્સો છે. થોડા મહિના પહેલા, દક્ષિણ આફ્રિકાએ ભારતીય અને ચીની પ્રવાસીઓ માટે 90 દિવસના ટૂરિસ્ટ વિઝા આપવા માટે એક નવી ઓફર જાહેર કરી હતી. આ ઓફર જાન્યુઆરી 2025થી લાગુ થવાની શક્યતા છે. હાલ, દક્ષિણ આફ્રિકાની મુલાકાત માટે ટુરિસ્ટ વિઝા જરૂરી છે, પરંતુ નવી પોલિસી હેઠળ 90 દિવસના વિઝા-ફ્રી પ્રવાસ માટે મંજૂરી મળશે.

Leave a Reply

Related Post