સાઉથ કોરિયન સિંગર વીસુંગનું 43 વર્ષની વયે અવસાન: ઘરમાંથી મૃતદેહ મળ્યો, પોલીસે કહ્યું- દરેક એન્ગલથી તપાસ ચાલી રહી છે

સાઉથ કોરિયન સિંગર વીસુંગનું 43 વર્ષની વયે અવસાન:ઘરમાંથી મૃતદેહ મળ્યો, પોલીસે કહ્યું- દરેક એન્ગલથી તપાસ ચાલી રહી છે
Email :

સાઉથ કોરિયાના પ્રખ્યાત ગાયક વિસુંગનું 43 વર્ષની વયે અવસાન થયું છે. સોમવારે તેમના ઘરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી સિંગરના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું. સ્થાનિક મનોરંજન વેબસાઇટ સનડાઉન અનુસાર, વીસુંગના પરિવારે આ બાબત પોલીસને જણાવી. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ દરેક

એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, સિંગર વીસુંગની એજન્સી તાજોય એન્ટરટેઈનમેન્ટે પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, 'અમને તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે સિંગર વીસુંગનું 10 માર્ચે અવસાન થયું. અમે બધાને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમના માટે પ્રાર્થના કરે જેથી તેમના આત્માને શાંતિ મળે.' જોકે, તેમની એજન્સી કહે છે કે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું. વીસુંગે 2002માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 'ઇન્સોમ્નિયા', 'કેન્ટ વી'

અને 'વિથ મી' જેવા ગીતો દ્વારા પોતાની છાપ છોડી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ 15 માર્ચે ડેગુમાં બેલેડ સિંગર કેસીએમ સાથે એક કોન્સર્ટ કરવાના હતા. 22 દિવસ પહેલા મળી આવી હતી એક્ટ્રેસની લાશ સિંગર વીસુંગના મૃત્યુના 22 દિવસ પહેલા જ દક્ષિણ કોરિયાની પ્રખ્યાત એક્ટ્રેસ કિમ સે રોનનું અવસાન થયું હતું. કિમ સે રોન પણ 16 ફેબ્રુઆરીના રોજ તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેમના મૃત્યુના સમાચારથી તેમના બધા ચાહકોના હૃદય દુ:ખી થઈ ગયા હતા.

Related Post