ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ: VNSGU સમાજશાસ્ત્ર વિભાગમાં ગુજરાત ટ્રાયબલ રીસર્ચના નિયામકનું વિશેષ વ્યાખ્યાન

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ:VNSGU સમાજશાસ્ત્ર વિભાગમાં ગુજરાત ટ્રાયબલ રીસર્ચના નિયામકનું વિશેષ વ્યાખ્યાન
Email :

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત ટ્રાયબલ

રીસર્ચ અને ટ્રેનીંગ સોસાયટી, ગાંધીનગરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સી.સી. ચૌધરીએ ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ ડૉ. રમેશદાન

ગઢવીના માર્ગદર્શન તથા સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ ગાયકવાડની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. બહાદુરસિંહ વસાવાએ કર્યું હતું, જ્યારે ડૉ. બીનાબેન વાઢીયાએ આભારવિધિ કરી હતી.

Related Post