હારીજની સરકારી કૉલેજમાં ABC ID અંગે વિશેષ વ્યાખ્યાન: વિદ્યાર્થીઓની ડિજિટલ ઓળખ અને ક્રેડિટ સિસ્ટમ વિશે માહિતી અપાઈ

હારીજની સરકારી કૉલેજમાં ABC ID અંગે વિશેષ વ્યાખ્યાન:વિદ્યાર્થીઓની ડિજિટલ ઓળખ અને ક્રેડિટ સિસ્ટમ વિશે માહિતી અપાઈ
Email :

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) અંતર્ગત હારીજની સરકારી કૉલેજમાં નવી શિક્ષણ નીતિ 2020ની જાગૃતિ માટે કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ આઠ સપ્તાહના વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં 6 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલા

વ્યાખ્યાનમાં ડૉ. જીગ્નેશ પરમારે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC ID) વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ABC ID એ વિદ્યાર્થીઓની ડિજિટલ ઓળખ છે, જે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્નાતક કક્ષાના તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કરવામાં આવી છે. વ્યાખ્યાનમાં

ABC IDના મહત્વપૂર્ણ પાસાઓ જેવા કે તેની રચના પ્રક્રિયા, ફાયદાઓ અને ભવિષ્યમાં તેની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ સિસ્ટમ હેઠળ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ, લાયકાત અને વિશેષ ઉપલબ્ધિઓને ડિજિટલ સ્વરૂપે નોંધશે. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. મનોજ પ્રજાપતિએ કર્યું હતું.

Related Post