બેંગલુરુએ બે દિવસ પહેલાની હારનો બદલો લીધો: પંજાબને તેના જ ઘરમાં હરાવ્યું; કોહલી-પડિક્કલની ફિફ્ટી, સુયશ શર્મા અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી

બેંગલુરુએ બે દિવસ પહેલાની હારનો બદલો લીધો:પંજાબને તેના જ ઘરમાં હરાવ્યું; કોહલી-પડિક્કલની ફિફ્ટી, સુયશ શર્મા અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી
Email :

IPLની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવ્યું. 18મી સિઝનમાં RCBએ હોમ ગ્રાઉન્ડની બહાર સતત પાંચમી મેચ જીતી. બેંગલુરુએ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. પંજાબે 6 વિકેટ ગુમાવ્યા બાદ

157 રન બનાવ્યા હતા. બેંગલુરુએ 19મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કર્યું. RCB તરફથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે અડધી સદી ફટકારી હતી. કોહલી IPLમાં સૌથી વધુ 67 વખત 50થી વધુ સ્કોર બનાવનાર ખેલાડી

બન્યો. તેણે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો. કૃણાલ પંડ્યા અને સુયશ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે 33 અને શશાંક સિંહે 31 રન બનાવ્યા. અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી.

Leave a Reply

Related Post