સેન્સેક્સમાં 500 પોઈન્ટની તેજી: તે 76,250ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી 130 પોઈન્ટનો ઉછાળો; રિયલ્ટી અને ઓટો શેરમાં વધારો

સેન્સેક્સમાં 500 પોઈન્ટની તેજી:તે 76,250ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી 130 પોઈન્ટનો ઉછાળો; રિયલ્ટી અને ઓટો શેરમાં વધારો
Email :

આજે એટલે કે 2 એપ્રિલે સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટના વધારા સાથે 76,500ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 130 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી રહી છે અને તે 23,300ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. આજે સૌથી વધુ તેજી રિયલ્ટી સેક્ટરમાં થઈ છે. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 2.69%નો ઉછાળો છે. ઓટો ઈન્ડેક્સ પણ લગભગ 1% ઉપર છે. આઈટી, એફએમસીજી, મેટલ અને ફાર્મા

ઈન્ડેક્સ લગભગ 0.50%ની તેજી છે. નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં તેજી આનંદ રાઠી શેર-સ્ટોક બ્રોકર્સ લિમિટેડ ₹745 કરોડનો IPO લાવશે આનંદ રાઠી બ્રોકરેજ ગ્રુપની કંપની આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ ટૂંક સમયમાં તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવશે. કંપનીએ મંગળવારે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ IPO પેપર્સ ફરીથી ફાઇલ કર્યા છે.

આ IPOનું ઇશ્યૂ કદ રૂ. 745 કરોડ છે. ગઈકાલે બજાર 1390 પોઈન્ટ ઘટ્યું હતું ગઈકાલે એટલે કે 1 એપ્રિલે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1390 પોઈન્ટ (લગભગ 1.80%) ઘટીને 76,024 પર બંધ થયો. આ વર્ષનો બીજો સૌથી મોટો ઘટાડો છે. અગાઉ, 28 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1414 (1.90%) પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી પણ લગભગ 353 પોઈન્ટ (લગભગ 1.50%) ઘટીને 23,165 પર બંધ થયો હતો.

Leave a Reply

Related Post