સેન્સેક્સ 424 પોઈન્ટ ઘટીને 75,311ની સપાટીએ બંધ: નિફ્ટી પણ 117 પોઈન્ટ તૂટ્યો, ઓટો સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી રહી

સેન્સેક્સ 424 પોઈન્ટ ઘટીને 75,311ની સપાટીએ બંધ:નિફ્ટી પણ 117 પોઈન્ટ તૂટ્યો, ઓટો સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી રહી
Email :

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 21 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 424 પોઈન્ટના ઘટાડા સાથે 75,311ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 117 પોઈન્ટ વધીને 22,795ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 ઘટ્યા અને 8માં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 37 ઘટ્યા અને 13માં તેજી રહી. NSE સેક્ટોરલ

ઈન્ડેક્સના ઓટો સેક્ટરમાં સૌથી વધુ 2.58%નો ઘટાડો રહ્યો હતો. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર ગઈકાલે બજાર ઘટાડા સાથે બંધ થયું ગઈકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 203 પોઈન્ટના ઘટાડા સાથે 75,735 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 19 પોઈન્ટ ઘટીને 22,913 પર બંધ થયો. તેમજ, BSE સ્મોલકેપ 599

પોઈન્ટના વધારા સાથે 46,054 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરમાં ઘટાડો અને 15 શેરમાં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેરમાં ઘટાડો અને 28 શેરમાં વધારો જોવા મળ્યો હતો. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં બેંકિંગ, IT, ફાર્મા અને FMCG ક્ષેત્રો ઘટાડા સાથે બંધ થયા હતા.

Related Post