શેરબજારમાં કોરોનાનો ભય? સેન્સેક્સ ધડામ, 750 પોઈન્ટનો કડાકો: તે 81,450 પર ટ્રેડ થઈ રહ્યો, નિફ્ટી 200 પોઈન્ટ ગગડ્યો; આઇટી અને ઓટો શેરોમાં વધુ વેચવાલી

શેરબજારમાં કોરોનાનો ભય? સેન્સેક્સ ધડામ, 750 પોઈન્ટનો કડાકો:તે 81,450 પર ટ્રેડ થઈ રહ્યો, નિફ્ટી 200 પોઈન્ટ ગગડ્યો; આઇટી અને ઓટો શેરોમાં વધુ વેચવાલી
Email :

દેશ પર ફરી એકવાર કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે અને તેના કેસ સતત વધી રહ્યા છે. તેનો ડર શેરબજાર પર પણ દેખાવા લાગ્યો છે. આજે, મંગળવાર, 27 મે, અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ લગભગ 750 પોઈન્ટના કડાકા સાથે 81,450 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 200 પોઈન્ટનો ઘટાડો થયો છે,

તે 24,800ના સ્તરે છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં ઘટાડો અને એકમાં તેજી છે. NTPC, બજાજ ફિનસર્વ સહિત કુલ 11 શેરના ભાવમાં 1.8% સુધીનો ઘટાડો થયો. ઇન્ડસઇન્ડ બેંક 0.70% વધ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેરોમાં ઘટાડો થયો છે જ્યારે 6 શેરોમાં વધારો થયો છે. NSE ના IT ઇન્ડેક્સમાં 0.93%, ઓટોમાં 0.60%

અને ખાનગી બેંકમાં 0.73%નો ઘટાડો થયો છે. મીડિયા, ફાર્મા અને રિયલ્ટીમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ઘટાડો 26 મેના રોજ સ્થાનિક રોકાણકારોએ 1,746 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા આજે ધ લીલા હોટેલ્સના IPOનો બીજો દિવસ ભારતીય લક્ઝરી હોટેલ ચેઇન 'ધ લીલા' ની પેરેન્ટ કંપની, સ્ક્લોસ બેંગ્લોર લિમિટેડનો IPO આજે એટલે

કે 26 મે ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. રિટેલ રોકાણકારો આ માટે 28 મે 2025 સુધી બોલી લગાવી શકે છે. કંપની આ ઇશ્યૂ દ્વારા રૂ. 3,500 એકત્ર કરવા માંગે છે. આ IPOમાં, કંપની રૂ. 2,500 કરોડના 5.75 કરોડ નવા શેર જાહેર કરશે. 1,000 કરોડ રૂપિયાના 2.30 કરોડ શેર વેચાણ માટે ઓફર

કરવામાં આવશે. ગઈકાલે બજારમાં 455 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, 26 મે ના રોજ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 455 પોઈન્ટના વધારા સાથે 82,176 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 148 પોઈન્ટ વધીને 25,001 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો વધ્યા અને

8 શેરો ઘટ્યા. મહિન્દ્રા, HCL ટેક, ટાટા મોટર્સ સહિત કુલ 9 શેર 2.17% વધીને બંધ થયા. ઇટરનલ એટલે કે ઝોમેટોના શેરમાં 4.55%નો ઘટાડો થયો. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો વધ્યા અને 12 શેરો ઘટ્યા. NSEના બધા સેક્ટર વધીને બંધ થયા. ઓટો ઇન્ડેક્સમાં 1.05%, મેટલમાં 0.94%, આઇટીમાં 1.02% અને રિયલ્ટીમાં 0.76%ની તેજી રહી હતી.

Leave a Reply

Related Post