નવસારીના વિજલપોરમાં હિંસક ઘટના: ધુળેટી રમવાના વિવાદમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને તોડફોડ, બંને પક્ષે ફરિયાદ

નવસારીના વિજલપોરમાં હિંસક ઘટના:ધુળેટી રમવાના વિવાદમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને તોડફોડ, બંને પક્ષે ફરિયાદ
Email :

નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા રેવાનગરમાં ધુળેટી રમવાના મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે શાબ્દિક તકરાર બાદ મામલો બિચક્યો

હતો. આ દરમિયાન એક જૂથે બીજા જૂથ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઘરોમાં ઘૂસીને તોડફોડ કરી અને મારામારી કરી હતી. આ ઘટનામાં બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવસારી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. પોલીસે આ જ વિસ્તારમાં અસામાજિક તત્વોને શોધવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Related Post