Manifest: આજે રાત્રે ન ચુકશો, કરીલો આ ઉપાય દરેક ઇચ્છા પૂર્ણ થશે

Manifest: આજે રાત્રે ન ચુકશો, કરીલો આ ઉપાય દરેક ઇચ્છા પૂર્ણ થશે
Email :

આજે રાત્રે જેઠ વદની પ્રતિપદા તિથિએ રાત્રે 8 કલાક 10 મિનિટે ચંદ્રમાં ધન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં ગુરૂ બૃહસ્પતિની દૃષ્ટી છે જેનાથી ગજકેસરી યોગનું નિર્માણ થશે અનેક અદ્ભૂત સંયોગ રચાશે. આજે રાત્રે 11.11ના કોઇ પણ વસ્તુ માગશો તો તમારી ઇચ્છા જરૂરથી પૂર્ણ થશે.

શુ છે 11:11ની થિયરી?

અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 11:11ને એન્જવ નંબર માનવામાં આવે છે. 11ને માસ્ટર નંબર કહેવામાં આવે છે, જે આધ્યાતિમક જાગ્રુતતા લાવે છે. મનની શક્તિ વધારે છે.

જ્યોતિષમાં 11:11નું મહત્ત્વ

જ્યોતિષ શાસ્ત્રમાં રાત્રે 11:11ને ખુબજ મહત્ત્વછે. આસમયે તમામ ગ્રહ ઉર્જા પર સ્થિર હોય છે. તમારા દ્વારા કરવામાં આવેલી કોઇ પણ કામનાનો સકારાત્મક પ્રભાવ પડે છે. તે તમારા અને યૂનિવર્સ વચ્ચેનુ ખાસ કનેક્શન બનાવે છે. આ સમયે નોકરી પૈસા, સંબંધો સારૂ કામ વધારે મજબૂત થાય છે.

અંક જ્યોતિષ શાસ્ત્રમાં એન્જલ સંખ્યા શું છે?

એન્જલ સંખ્યા એક પેટર્ન જે તમને વારંવાર દેખાય છે. 1 થી 10 નંબરોનું પોતાનું મહત્વ છે.

111 - આને એક નવી શરૂઆત તરીકે જોવામાં આવે છે. તે ભગવાનના સમર્થનની નિશાની છે.

222 - નંબર 2 ને એક સાથે આવવા અથવા સંતુલન તરીકે જોવામાં આવે છે. તે સ્વ-પ્રેમ અને સુમેળ માટે સારું રહેશે.

333 - નંબર 3ને આત્માના હેતુને પૂર્ણ કરવા તરીકે જોવામાં આવે છે. જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો અને મજબૂત રહો છો, તો તમે તમારા હેતુને પૂર્ણ કરી શકો છો.

444 - નંબર 4 ને માર્ગદર્શન તરીકે ઓળખવામાં આવે છે. તમારે તમારા પાયાને સ્પષ્ટ રાખવો જોઈએ અને તમારી જાતને સંપૂર્ણપણે સ્થિર રાખવી જોઈએ.

555 - નંબર 5 ને પરિવર્તન તરીકે જોવામાં આવે છે. તે વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ રીતે પરિવર્તન લાવે છે. જેને તમારે સ્વીકારવું જોઈએ.

777 - નંબર 7ને આધ્યાત્મિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ આધ્યાત્મિકતામાં ઊંડા જાય છે.

888- નંબર 8 સમૃદ્ધિ સાથે સંકળાયેલ છે. તે ત્યારે દેખાય છે જ્યારે તમારા મુખ્ય ચક્રનો અંત આવે છે. તેથી સમર્પણ સાથે પ્રક્રિયા પર વિશ્વાસ કરો.

999 - એન્જલ નંબર 9 ને એક સમાપ્તિ તરીકે જોવામાં આવે છે. જ્યારે આ સંખ્યા દેખાય છે, ત્યારે શીખવાથી શીખવવા તરફ જવાનો સમય છે.

10 - આ સંખ્યા અન્ય બધી સંખ્યાઓ સાથે સંકળાયેલી છે. તેને પૂર્ણતાની સંખ્યા માનવામાં આવે છે. તે તમારી સ્થિતિ, તમે શું કરી રહ્યા છો અને તમે તે કેવી રીતે કરી રહ્યા છો તે નક્કી કરે છે.

11 - આ સૌથી નસીબદાર એન્જલ નંબર માનવામાં આવે છે, કારણ કે તે બેવડી સંખ્યાઓથી બનેલો છે. તે તમને આધ્યાત્મિક ઊંચાઈઓ પર લઈ જાય છે.

Leave a Reply

Related Post