બોર્ડની પરીક્ષા પૂર્વે જ વિદ્યાર્થીનો જમણો હાથ ભાંગ્યો: રાજકોટનો ધો. 10નો વિદ્યાર્થી ઘરમાં પગથિયા ઉતરતા લપસ્યો, પેપર લખવાના હાથે ફ્રેકચર આવતા રાઇટરની મદદ લેવી પડી

બોર્ડની પરીક્ષા પૂર્વે જ વિદ્યાર્થીનો જમણો હાથ ભાંગ્યો:રાજકોટનો ધો. 10નો વિદ્યાર્થી ઘરમાં પગથિયા ઉતરતા લપસ્યો, પેપર લખવાના હાથે ફ્રેકચર આવતા રાઇટરની મદદ લેવી પડી
Email :

રાજ્યમાં બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે, ત્યારે આ વચ્ચે રાજકોટમાં ધોરણ 10ની પરીક્ષા પૂર્વે જ એક વિદ્યાર્થી સીડી પરથી ઉતરતી વખતે અકસ્માતે પગ લપસી જતા જે હાથથી પરીક્ષાનું પેપર લખવાનું હતું, તેજ જમણા હાથના કાંડામાં ફ્રેકચર આવ્યુ. બોર્ડ પરીક્ષા વખતે જ પુત્રનો અકસ્માતના કારણે હાથ ભાંગતા ચિંતા વ્યાપી હતી, પરંતુ મેડિકલ સર્ટિફિકેટ અને લહિયાની વ્યવસ્થા

થઈ જતા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. કલરકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાનો મોટો નાનો પુત્ર નીરજ ધોરણ 10ની તો મોટો પુત્ર સુરજ ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છે. પગથિયા પરથી મારો પગ લપસી ગયો હતોઃ નિરજ વર્મા શહેરની નાલંદા વિદ્યામંદિરમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નિરજ વર્માએ જણાવ્યું હતુ કે, બોર્ડની પરીક્ષા પૂર્વે એટલે

કે 25મી ફેબ્રુઆરીએ સવારે હું મારા ઘરે ઉપરના રૂમથી નીચે ઉતરી રહ્યો હતો, ત્યારે પગથિયા પરથી પગ લપસી ગયો હતો. હું પડી ગયો હતો, જેને કારણે હાથમાં કાંડા પાસે જ હાડકું ક્રેક થતા ફ્રેકચર આવી ગયું છે. બોર્ડની પરીક્ષાનો બગડે તે માટે અમારા સ્કૂલના આચાર્ય દ્વારા મને કહેવામાં આવ્યું કે, તમે સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ સર્ટિફિકેટ લઈ આવો.

હું તમને લહિયાની વ્યવસ્થા કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સમક્ષ પત્ર લખી આપીશ. ‘મેડિકલ સર્ટિફિકેટ મળવવામાં મુશ્કેલી પડી’ જેથી મેડિકલ સર્ટિફિકેટ લખવા માટે સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સવારે 7 વાગ્યાના ગયા હતા, પરંતુ રાત્રે 9.30 વાગ્યે સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ સર્ટિફિકેટ મળ્યું. આ સર્ટી મેળવવા માટે ખૂબ હેરાનગતિ ભોગવવી પડી. જોકે શુભમ સ્કૂલમાં ધોરણ 10નું ગુજરાતીનું પેપર ખૂબ સારું

અને મને બેસવા માટેની સારી વ્યવસ્થા આ સ્કૂલમાં કરવામાં આવી હતી. અલગ કલાસ અને અલગ શિક્ષક ફાળવવામાં આવ્યા હતા, જેથી આ સ્કૂલનો હું આભારી છું. નાલંદા સ્કૂલના આચાર્યએ પુત્રનું ભવિષ્ય બગડવા ન દીધુંઃ પિતા બાબરીયા કોલોની વિસ્તારમાં રહેતા આ વિદ્યાર્થીના પિતા રાકેશ વર્માએ જણાવ્યું હતું કે, મારો નાનો પુત્ર નિરજ ધોરણ 10માં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષા શરૂ

થતા પહેલા જ મારા પુત્રનો સીડી પરથી ઉતરતી વખતે હાથ ભાગી ગયો અને તેને કારણે કાંડામાં ફ્રેક્ચર આવેલું છે. જોકે નાલંદા સ્કૂલના આચાર્યએ મારા પુત્રનું ભવિષ્ય બગડવા દીધું નથી. સિવિલ હોસ્પિટલનુ મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે આચાર્યએ જ અમને કહેલું હતુ. જે બાદ અમે હોસ્પિટલથી સર્ટિફિકેટ લઈ આવ્યા. જ્યારે મોટો પૂત્ર સુરજ ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છે.

Related Post