કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવો મુશ્કેલ: સરકાર ઓછી પરમિટ જારી કરી રહી છે, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 31%નો ઘટાડો

કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવો મુશ્કેલ:સરકાર ઓછી પરમિટ જારી કરી રહી છે, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 31%નો ઘટાડો
Email :

કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પરમિટમાં 31% ઘટાડો થયો છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ના ડેટા અનુસાર, જાન્યુઆરી-માર્ચ 2025 વચ્ચે માત્ર 30,640 વિદ્યાર્થીને સ્ટડી પરમિટ આપવામાં આવી હતી, જ્યારે 2024માં સમાન સમયગાળા દરમિયાન આ સંખ્યા 44,295 હતી.

જાન્યુઆરી 2025માં કેનેડાની વસતિ 41.5 મિલિયન હતી, જેમાંથી 32 મિલિયન કામચલાઉ રહેવાસીઓ હતા. આ આશરે 7.25% છે. કેનેડા સરકાર 2028 સુધીમાં આને 5% કરતાં ઓછો કરવા માગે છે. આ જ કારણ છે કે IRCCએ 2025 માટે સ્ટડી પરમિટ મર્યાદા વધારીને 437,000 કરી છે, જે 2024 કરતાં 10% ઓછી છે. આ મર્યાદા 2026 સુધી અમલમાં રહેશે. કેનેડા

આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં 40%નો ઘટાડો કેનેડાએ 2023થી જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. કેનેડાએ 2023માં કુલ 6.81 લાખ સ્ટડી પરમિટ જારી કરી હતી, જેમાંથી 2.78 લાખ ભારતીય વિદ્યાર્થીઓ માટે હતા. 2024માં કુલ પરમિટની સંખ્યા ઘટીને 5.16 લાખ થઈ ગઈ, જેમાંથી 1.88 લાખ ભારતીય વિદ્યાર્થીઓ હતા. આના કારણે કેનેડા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ

40% ઘટાડો થયો છે. કેનેડામાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બન્યો કેનેડા બે જૂથમાં પરમિટ આપશે. એના માટે પ્રાંતીય ચકાસણી પત્ર (PAL) અથવા પ્રાદેશિક ચકાસણી પત્ર (TAL) સબ્મિટ કરવાનો રહેશે. કેનેડા સરકારે સ્ટડી પરમિટ અરજીઓ માટે ઘણા નવા નિયમો રજૂ કર્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અરજીપ્રક્રિયા વધુ કડક બની છે. આ કડક નિયમોને કારણે કેનેડામાં અભ્યાસ કરવા માગતા

ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. IDP એજ્યુકેશન દ્વારા માર્ચ 2025ના સર્વે મુજબ, કેનેડા હવે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદગી નથી. ફક્ત 13% વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માગે છે, જ્યારે 2024માં આ આંકડો 19% હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા (28%) અને અમેરિકા (22%)માં લોકપ્રિયતા વધી છે. આ સમાચાર પણ વાંચો... સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ પર ટ્રમ્પના નિર્ણયની અસર?: હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફોરેન

સ્ટુડન્ટના પ્રવેશ પર પ્રતિબંધ; 7,000થી વધુ વિદ્યાર્થીઓને દેશ છોડવો પડી શકે છે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પાત્રતા રદ કરી દીધી છે. યુએસ હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે ગુરુવારે મોડીરાત્રે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)ને હાર્વર્ડના સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (SEVP)નું પ્રમાણપત્ર તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો...

Leave a Reply

Related Post