30 લકઝરી કાર સાથે સ્કૂલ-વિદ્યાર્થીઓના સીનસપાટા: મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર કાઢનારની તમામ કારના નંબરો-વિગતો પોલીસે મગાવ્યાં; કાર્યવાહી કરીશુંઃ DCP

30 લકઝરી કાર સાથે સ્કૂલ-વિદ્યાર્થીઓના સીનસપાટા:મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર કાઢનારની તમામ કારના નંબરો-વિગતો પોલીસે મગાવ્યાં; કાર્યવાહી કરીશુંઃ DCP
Email :

સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓેએ આ રીતે જાહેરમાં સીનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ના નીકળે જેવી રીતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. વીડિયો વાઇરલ

થયા બાદ સુરત પોલીસ સક્રિય બની ગઈ છે. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે તમામ ગાડીઓના નંબર અને વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરી છે. શાળાની વહીવટીતંત્ર પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી છે અને ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન કરનાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. લક્ઝરી કાર લઈને વિદ્યાર્થીઓ ફેરવેલમાં પહોંચ્યા હતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા,

મર્સિડિઝ, બીએમડબ્લ્યુ જેવી 30 જેટલી લક્ઝરી કાર લઈને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એકસાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઉન્ટેન હેડ સ્કૂલ નજીક વિદ્યાર્થીઓના ગાડીઓના કાફલા સાથેના વીડિયો વાઇરલ થયા બાદ, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ડી.સી.પી.

અમીતા વાનાણી એ જણાવ્યું કે, પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તમામ કાર નંબર અને મંગાવવામાં આવ્યા છે અને મોટર વાહન અધિનિયમ (એમવી એક્ટ)ની કલમો અનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડી.સી.પી. અમીતા વાનાણી એ સ્પષ્ટ કર્યું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીનો પણ ન હોય એવડો કાફલો! સામાન્ય રીતે

આ રીતે કારનો કાફલો સરકારી મંત્રી અને વીઆઈપી લોકોનો હોય છે. જો કે, તેમાં પણ આટલી બધી લક્ઝરી કાર નથી હોતી. સુરતના રાંદેરના ડી માર્ટથી શરૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો. તેમ છતાં આ સમગ્ર બાબતે પોલીસ અજાણ જોવા મળી રહી છે. આ મામલે પોલીસને પૂછતાં તેઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજૂરી લીધી નહોતી. પાલ અને રાંદેર પોલીસે જણાવ્યું કે, “અમને

આ અંગે કોઈ જાણ કરી નહોતી. જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે, તો તપાસ કરીશું. વિવાદ થાય એ પહેલાં સ્કૂલે હાથ ઊંચા કર્યા બીજી તરફ, ફાઉન્ટેન હેડ સ્કૂલે પણ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો. સ્કૂલના એડમિન હેડે સ્પષ્ટ કહ્યું કે, “આ આયોજન અમારું નહોતું, વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજૂરી વગર ગાડીઓ લાવી. અમે તો સ્કૂલ બસ મોકલી હતી, પણ કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો. અમે એક પણ કારને સ્કૂલના કેમ્પસમાં પ્રવેશવા દીધી નહોતી.

Related Post