હાલોલમાં બનશે સબમરીન: 300 મીટર ઊંડે 45 દિવસ કામ કરનારી સબમરીન 18 મહિના પછી નેવીને સોંપાશે

હાલોલમાં બનશે સબમરીન:300 મીટર ઊંડે 45 દિવસ કામ કરનારી સબમરીન 18 મહિના પછી નેવીને સોંપાશે
Email :

દાહોદમાં તાજેતરમાં જ 9000 એચપીના લોકોમોટિવના લોકાર્પણ બાદ હવે પંચમહાલ પણ દેશના વિકાસમાં સહભાગી બનશે. હાલોલમાં આવેલી કંપનીમાં નૌકાદળમાં ઉપયોગમાં લેવાતી ઓટોનોમસ અંડર વોટર વ્હિકલ (એયુવી) માનવરહિત સબમરીનનું ગુજરાતમાં પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ભારતના આત્મનિર્ભર પ્રોજેક્ટમાં દાહોદ બાદ હવે હાલોલ પણ ગુજરાતના વિકાસમાં સહભાગી બનશે. ભારત, આ સબમરીન બનતા જ યુકે, યુએસ અને કેનેડાની પંક્તિમાં સામેલ થશે. પંચમહાલ જિલ્લાના હાલોલની કૃષ્ણા ડિફેન્સ અને ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં જલકાપી પ્રોજેકટ અંતર્ગત નેવીની ઓટોનેમસ અંડર વોટર વેહિકલ, માનવ રહિત (AUV) માનવરહિત

સબમરીન નું ઉત્પાદન કરી નૌકાદળને આપવામાં આવશે. હાલોલની કંપનીમાં આકાર પામનારી આ સબમરિનનું વજન અંદાજિત 10 થી 20 મેટ્રિક ટન હશે. જે સંપુર્ણ માનવ રહિત હશે અને તેમા કોઈ વ્યક્તિ નહીં હોય. આ સબમરીન 300 મીટરની કાર્યકારી ઊંડાઈ હશે અને 45 દિવસ સુધી સતત પાણીની નીચે રહી કાર્યરત રહેશે.એક સબમરીનને બનાવવામાં 18 મહિના જેટલો સમય લાગશે. જેમાં એંન્જીનીયરો, ટેક્નિસિયનો સહિત 100 લોકો કરતાં વધારેની ટીમ કાર્યરત રહેશે. હાલોલમાં સ્ટ્રકચર થયા બાદ અન્ય કંપનીઓ દ્વારા ઇલેકટ્રોનિક કામગીરી પુર્ણ કરશે. અને ત્યારબાદ નૌકાદળને

સોંપવામાં આવશે. કૃષ્ણા ડિફેન્સના મનેજિંગ ડિરેકટર અંકુર શાહે જણાવ્યું હતું કે, આ AUV જે આગામી પેઢીની માનવ વિહોણી ડૂબકીની વાહન વ્યવસ્થા છે. જે 300 મીટરથી વધુ ઊંડાઈએ કામગીરી માટે તૈયાર કરવામાં આવી રહી છે. તે લાંબી અવધિની સર્વેલન્સ રિકોનીસન્સ અને વ્યૂહાત્મક તૈનાતી માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ભારતના પામડાઈ રક્ષણ વ્યવસ્થામાં એક નવુ પગથિયું છે. આ સબમરીન ભારતને અમેરિકા યુકે અને કેનેડા જેવા દેશોની પંક્તિમાં મુકશે જે ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં કુચ કરશે. પ્રોજેકટ માત્ર વાહન નિર્માણ નથી, પણ

તકનીક અને વ્યુહાત્મક સ્વતંત્રતાની રચના છે. આજે અમારી કંપની પાણી હેઠળની ઓટોમેટેડ ક્ષમતા માટે એક નવી યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. જ્યાં ભારત માત્ર સહભાગી નહીં પરંતુ નેતૃત્વ કરે છે. ભારતીય નૌકાદળના વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે અમારી પસંદગી થવા પર અમને ગર્વ છે. દરિયાઇ પરિક્ષણ બાદ સબમરીન નૌકાદળને સોંપાશે કંપનીમાં સબમરીનનું હલ સ્ટ્રક્ચર બનશે. ઇલેક્ટ્રોનિકસ અને નિયંત્રણોની કામગીરી અન્ય કંપનીઓ દ્વારા તૈયાર કરીને હાલોલ ખાતે આખરી ઓપ અપાશે. ત્યાર બાદ એક વખત તૈયાર થયા પછી દરિયાઈ પરીક્ષણો હાથ ધરવામાં આવશે અને પછી નૌકાદળને

સોંપવામાં આવશે > અંકુર શાહ, એમડી, કૃષ્ણા ડિફેન્સ કંપની સુમદ્રમાં જુદાં જુદાં મિશન મુજબ કામ કરશે હાલોલ ખાતે કૃષ્ણા ડિફેન્સ કંપનીમાં બનનારી સબમરીનની બનાવટમાં ઉચ્ચ તાણ અને ઉચ્ચ કઠીનતા વાળા નેવલ સ્ટીલ નો ઉપયોગ કરાશે. સબમરીન 45 દિવસ સુધી પાણીની નીચે રહી શકશે. દરિયાઈ સમુદ્રોમાં જુદા જુદા રુટ પર મિશન મુજબ કામ કરશે સબમરીન નો ઉપયોગ ભારતના સમુદ્રોને સુરક્ષિત રાખવા માટે ગુપ્તચર દેખરેખ અને જાસૂસી મિશન જેવા વિવિધ અભિયાનો માટે ઉપયોગી બનશે હાલોલ ખાતેના યુનિટમાં મંગળવારે ભારતીય નૌકાદળના વાઇસ એડમિરલ આર. સ્વામિનાથનના

હસ્તે પૂજાવિધિ સાથે સબમરીન નિર્માણ કામગીરી શરૂ કરાઈ હતી. પ્લેટ કટિંગ સેરમેની સાથે આ કામગીરીનો પ્રારંભ થયો હતો. 18 મહિનામાં નિર્માણ પૂર્ણ કરાશે. તેલ - વાયુ અને અન્ય મરિન પ્રવૃતિમાં પણ ઉપયોગ વિશ્વભરના AUV માર્કેટનું મૂલ્ય 2024માં USD 2.0 બિલિયન છે અને 2029 સુધીમાં તે USD 4.3 બિલિયન સુધી પહોંચવાની શક્યતા છે, જે માનવવિહોણી સમુદ્રી પ્રણાલીઓના ક્ષેત્રનો વધી રહેલો વ્યાપ દર્શાવે છે. આનો ઉપયોગ માત્ર રક્ષણ પૂરતો સીમિત નથી, પણ ઓશનોગ્રાફી, ઑઇલ અને ગેસ ક્ષેત્ર તેમજ અન્ય મરીન પ્રવૃત્તિઓમાં પણ થાય છે.

Leave a Reply

Related Post