સિંગર સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ભાંગરો વાટ્યો!: અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસના દાવા પર શંકા કરી; ફેક ન્યૂઝનું માની ટ્વીટ કર્યું, પછી માફી માગવી પડી

સિંગર સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ભાંગરો વાટ્યો!:અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસના દાવા પર શંકા કરી; ફેક ન્યૂઝનું માની ટ્વીટ કર્યું, પછી માફી માગવી પડી
Email :

ફેમસ એક્ટ્રેસ અને સિંગર સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલા એકમાત્ર પેસેન્જર વિશ્વાસ કુમાર રમેશ પર અપમાનજનક કોમેન્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે- વિશ્વાસ ખોટો દાવો કરી રહ્યો છે કે તે દુર્ઘટના સમયે વિમાનમાં હતો. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અને તેમને પાગલખાનાંમાં મોકલી દેવો જોઈએ. એક્ટ્રેસનું નિવેદન આવતાની સાથે જ લોકોએ તેમની આકરી ટીકા કરવાનું શરૂ કરી દીધું, જેના પછી તેમણે પોસ્ટ ડિલીટ કરવી પડી અને માફી માંગવી પડી. સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ગુરુવારે સાંજે પોતાના ઑફિશિયલ X એકાઉન્ટ પર લખ્યું, 'તો વિશ્વાસ કુમાર રમેશે પ્લેનમાં હોવા અને એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હોવાનો ખોટો દાવો

કર્યો? આ ખરેખર વિચિત્ર છે. શું યુકેમાં તેમના પરિવાર દ્વારા તેમના દાવાની પુષ્ટિ કરવામાં ન આવી? તેમના ભાઈના અંતિમ સંસ્કારનું શું, જ્યાં તે અરથીને કાંધ આપતો જોવા મળ્યો? જો આ સાચું છે તો તે કડક સજાનો હકદાર છે અથવા પછી પાગલખાનાંમાં મોકલી દેવો જોઈએ.' સુચિત્રાની પોસ્ટ બહાર આવતાની સાથે જ લોકો ગુસ્સે ભરાયા. ઘણા લોકોએ તેમને ઠપકો આપ્યો અને કહ્યું કે- પુરાવાના આધારે સાબિત થયું છે કે વિશ્વાસ વિમાનમાં હાજર હતો. પોતાની ભૂલનો અહેસાસ થયા પછી, સુચિત્રાએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી અને પછી પોતાની પોસ્ટ માટે માફી પણ માંગી. તેમણે લખ્યું, મેં એર ઇન્ડિયા ક્રેશ

બચી ગયેલા વ્યક્તિ પરનું ટ્વીટ ડિલીટ કરી દીધું છે. ભગવાન જાણે કેમ આવા ફેક ન્યૂઝ ફરતાં થયા હશે. માફ કરશો. એર ઈન્ડિયાની ડ્રીમલાઈનર ફ્લાઈટ 12 જૂનના રોજ ક્રેશ થઈ હતી. ફ્લાઈટ અમદાવાદથી લંડન જતી હતી, પરંતુ ટેકઓફ કર્યાના માત્ર 2 મિનિટ પછી, ફ્લાઈટ એક હોસ્પિટલની મેસમાં ક્રેશ થઈ ગઈ. તેમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો હતા. આ અકસ્માતમાં બધાના મોત થયા હતા, ફક્ત વિશ્વાસ કુમાર રમેશ બચી ગયા હતા, જે સીટ નંબર 11-A માં બેઠા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેઓ પોતાની પુત્રીને મળવા લંડન જતા હતા, તેમનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

Leave a Reply

Related Post