સુંદર પિચાઈને 2024માં ₹91.42 કરોડ પગાર મળ્યો: આ ગૂગલના સરેરાશ કર્મચારીના પગાર કરતા 32 ગણું વધારે, 2023માં CEOને ₹74.98 કરોડ મળ્યા હતા

સુંદર પિચાઈને 2024માં ₹91.42 કરોડ પગાર મળ્યો:આ ગૂગલના સરેરાશ કર્મચારીના પગાર કરતા 32 ગણું વધારે, 2023માં CEOને ₹74.98 કરોડ મળ્યા હતા
Email :

વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ 2024માં $10.73 મિલિયન એટલે કે 91.42 કરોડ રૂપિયાનો પગાર લીધો છે. આ તેમના 2023ના પગાર કરતા લગભગ 22% વધુ છે. 2023માં, તેમણે 8.8 મિલિયન ડોલર (રૂ. 74.98 કરોડ)નો પગાર લીધો. આ માહિતી ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના 2025ના પ્રોક્સી સ્ટેટમેન્ટમાં આપવામાં આવી

છે. તે જ સમયે, 2022માં સુંદર પિચાઈને $226 મિલિયન એટલે કે રૂ.1,925 કરોડનો પગાર મળ્યો, જેમાં પ્રદર્શન લક્ષ્યો સાથે જોડાયેલ સ્ટોક ગ્રાન્ટનો પણ સમાવેશ થાય છે. પિચાઈના પગાર પેકેજમાં શું શામેલ છે? પિચાઈનો પગાર ગુગલના સરેરાશ કર્મચારીના પગાર કરતા 32 ગણો વધારે સૌથી રસપ્રદ વાત એ છે કે પિચાઈને ગુગલના

પૂર્ણ-સમયના કર્મચારી કરતા ઘણો વધારે પગાર મળે છે. 2024માં ગૂગલના સરેરાશ પૂર્ણ-સમયના કર્મચારીને $3,31,894 એટલે કે 2.82 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો, જે 2023 કરતાં 5% વધુ છે. આ મુજબ, CEOનો પગાર ગૂગલના સરેરાશ કર્મચારીના પગાર કરતા લગભગ 32 ગણો વધારે છે. 2024માં, કુલ 1,83,323 પૂર્ણ-સમયના કર્મચારીઓએ ગૂગલમાં કામ કર્યું.

Leave a Reply

Related Post