રણવીર અલ્લાહબાદિયાને 'આઝાદી'!: સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ પરત કરવાનો આદેશ કર્યો, યૂટ્યુબરની 'ઇન્ડિયા ગોટ લેટેન્ટ' વિવાદ પર તપાસ પૂર્ણ

રણવીર અલ્લાહબાદિયાને 'આઝાદી'!:સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ પરત કરવાનો આદેશ કર્યો, યૂટ્યુબરની 'ઇન્ડિયા ગોટ લેટેન્ટ' વિવાદ પર તપાસ પૂર્ણ
Email :

કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ને લઈને એક મોટો વિવાદ ઊભો થયો હતો. યૂટ્યુબર રણવીર અલ્લાહબાદિયા પણ એક શોમાં જ્જની પેનલમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન તેણે માતા-પિતાના અંગત જીવન વિશે એક અશ્લીલ કોમેન્ટ કરી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આજે યૂટ્યુબરની પાસપોર્ટ પરત કરવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રણવીરને મોટી રાહત મળી છે અને કોર્ટે પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે. રણવીર અલ્લાહબાદિયાને મોટી રાહત રણવીરની અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન.

કોટીશ્વર સિંહની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે બેન્ચને જાણકારી મળી કે આસામ અને મહારાષ્ટ્ર નોંધાયેલા કેસમાં તેની વિરુદ્ધ તપાસ પૂર્ણ થઈ ગઈ છે એટલા માટે શરતો હળવી કરવામાં આવી. બેન્ચે અલ્લાહબાદિયાને તેનો પાસપોર્ટ પાછો મેળવવા મહારાષ્ટ્ર સાયબર પોલીસ બ્યુરોનો સંપર્ક કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદિયા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિનવ ચંદ્રચુડને કહ્યું કે- તે આગામી સુનાવણીમાં તેના ક્લાયન્ટ સામે દાખલ કરાયેલી FIRને એક જગ્યાએ ભેગી કરવા પર વિચાર કરશે. 14 ફેબ્રુઆરીએ રણવીરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી સમય રૈનાના શો

'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં રણવીરે માતા-પિતા પર અશ્લીલ કોમેન્ટ કરી હતી. આ પછી, મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. યુટ્યૂબરે 14 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં આની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. રણવીરે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં 3 વાતો કહી હતી. 1. દેશભરમાં નોંધાયેલી FIRની સુનાવણી એક જ જગ્યાએ કરવી. 2. ધરપકડમાંથી રાહત મેળવવા 3. તેને મળતી ધમકીઓના કારણે અરજી પર વહેલી સુનાવણીની માગ કરી. 17 ફેબ્રુઆરીએ ધરપકડમાંથી રાહત આપવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદિયાને ધરપકડમાંથી રાહત આપી હતી પરંતુ તેમને

સખત ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેમના મગજમાં જ ગંદવાડ છે. આવા વ્યક્તિની અમે શા માટે દયા ખાઇએ? લોકપ્રિય હોવાનો અર્થ એ નથી કે તમે કંઈપણ કોમેન્ટ કરો. તમે લોકોનાં માતા-પિતાનું અપમાન કરી રહ્યાં છો. એવું લાગે છે કે તમારા મનમાં કોઈ ખૂણે ગંદકી ભરેલી છે. જે વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેનાથી આખો સમાજ શરમ અનુભવશે.’ કોર્ટે રણવીરને આદેશ આપ્યો હતો કે તે પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં. યુટ્યૂબરને પોલીસ સ્ટેશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનું

કહેવામાં આવ્યું હતું. 3 માર્ચે શો શરૂ કરવાની પરવાનગી મળી સુપ્રીમ કોર્ટે યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાને તેમનો પોડકાસ્ટ 'ધ રણવીર શો' ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે એક શરત મૂકી કે- શોમાં એક પણ પ્રકારનું અશ્લીલ કન્ટેન્ટ ન બતાવવામાં આવે. તેમના પહેલા પોડકાસ્ટના મહેમાન ઇમરાન હાશ્મી હતા. શું છે આખો મામલો? ‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ

આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.

Leave a Reply

Related Post