સુરતમાં સરકારી બસનો અકસ્માત, 15 મુસાફરને ઈજા: દાહોદથી આવતી બસ કામરેજ પાસે રેતી ભરેલા ટ્રક સાથે અથડાઈ; ગંભીર રીતે ઇજાગ્રસ્ત એકને પતરું કાપીને બહાર કાઢ્યો

સુરતમાં સરકારી બસનો અકસ્માત, 15 મુસાફરને ઈજા:દાહોદથી આવતી બસ કામરેજ પાસે રેતી ભરેલા ટ્રક સાથે અથડાઈ; ગંભીર રીતે ઇજાગ્રસ્ત એકને પતરું કાપીને બહાર કાઢ્યો
Email :

સુરતના કામરેજ વિસ્તારમાં નેશનલ હાઇવે 48 પર એક મોટો અકસ્માત સર્જાયો છે. દાહોદથી સુરત આવી રહેલી સરકારી બસ (GJ 18 Z 9812) કામરેજ ગામ પાસે સર્વિસ રોડ પર ઉભેલા રેતી ભરેલા ટ્રક (GJ 16 AW 4600)ની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં

બસમાં સવાર 10થી 15 મુસાફરને સામાન્ય ઈજાઓ થઈ હતી. એક મુસાફર બસમાં ફસાઈ ગયો હતો. કામરેજ ફાયર અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના PSI ઇશ્વર સિંહ સિસોદીયા સહિતનો સ્થળ પર દોડી ગયેલ સ્ટાફ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બસનું પતરું કાપીને ફસાયેલા મુસાફરને

બહાર કાઢ્યો હતો. બસમાં અંદાજે 40 મુસાફરો સવાર હતા. તમામ ઘાયલ મુસાફરોને સારવાર માટે સુરત શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રેતી ભરેલા ટ્રકમાં પંચર પડતા તે સર્વિસ રોડ પર ઉભો હતો, જેની સાથે બસ અથડાઈ હતી.

Leave a Reply

Related Post