સુરત મહાનગરપાલિકાના જુનિયર ઈજનેરને નિર્દોષ જાહેર: લાંચ કેસમાં ફરિયાદી પક્ષ યોગ્ય પુરાવા રજૂ ન કરી શકતાં સેશન્સ કોર્ટે આરોપોમાંથી મુક્ત કર્યા; 2008માં લાંચની ફરિયાદ નોંધાઇ હતી

સુરત મહાનગરપાલિકાના જુનિયર ઈજનેરને નિર્દોષ જાહેર:લાંચ કેસમાં ફરિયાદી પક્ષ યોગ્ય પુરાવા રજૂ ન કરી શકતાં સેશન્સ કોર્ટે આરોપોમાંથી મુક્ત કર્યા; 2008માં લાંચની ફરિયાદ નોંધાઇ હતી
Email :

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં માર્ગ અને ગટર વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ઈજનેર ચંદ્રેશભાઈ નટવરલાલ પાનવાલાને લાંચ કેસમાં નિર્દોષ જાહેર કરાયા છે. સુરત સેશન્સ કોર્ટે ફરિયાદ પક્ષ દ્વારા પુરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયાં હોવાનું જણાવી આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કરવાનો હુકમ આપ્યો છે. આ કેસ સન 2008નો છે. ચંદ્રેશભાઈ પાનવાલા, જે ઉધના

ઝોનમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા, તેમના વિરુદ્ધ ફરિયાદી હેમરાજ રામઆધાર કુસ્વાહે સુરત એસીબી (ACB) પોલીસ સ્ટેશનમાં લાંચની ફરિયાદ નોંધાવી હતી. તબેલાને ગેરકાયદેસર ગણાવી તોડવા અંગેની ચેતવણી આપી હતી ફરિયાદી હેમરાજ કુસ્વાહના નાના ભાઈનો તુલસીધામ સોસાયટી, બમરોલી રોડ, પાંડેસરા ખાતે પશુપાલન માટે તબેલો હતો. આ તબેલાને ફરિયાદીએ પાકી દીવાલ અને પત્તરા

મુકીને પાકા મકાન જેવું બનાવ્યું હતું. આરોપી ચંદ્રેશભાઈ પાનવાલાએ આ તબેલાને ગેરકાયદેસર ગણાવી, તેને તોડવા અંગેની ચેતવણી આપી હતી. લાંચની માંગણીનો આક્ષેપ ફરિયાદી હેમરાજ કુસ્વાહે આરોપ મૂક્યો હતો કે, ચંદ્રેશભાઈ પાનવાલાએ તબેલો ન તોડવા માટે રૂ. 2,000ની લાંચની માંગણી કરી હતી. આરોપી લાંચ લેતી વખતે ACBના હાથે ઝડપાયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

આ કેસમાં સુરત એસીબી પોલીસ સ્ટેશન દ્વારા એસીબી કેસ નંબર 09/2009 દાખલ કરાયો હતો અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7, 13(1)(ઘ) તથા 13(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અદાલતની કાર્યવાહી અને ચુકાદો આરોપી ચંદ્રેશભાઈ પાનવાલાએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા હતા. ન્યાયાધીશ સમક્ષ ફરિયાદ પક્ષ દ્વારા કુલ

8 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા, પરંતુ કેસ દૃઢ પુરાવાઓના અભાવમાં સાબિત ન થઈ શક્યો. સેશન્સ જજ દ્વારા ચુકાદામાં જણાવવામાં આવ્યું કે, ફરિયાદ પક્ષ આરોપીને દોષી સાબિત કરવામાં નિષ્ફળ નિવડ્યો છે અને પુરાવાઓથી આરોપી વિરુદ્ધ કોઈ સ્પષ્ટ તથ્ય સાબિત થતું નથી. તે કારણે ચંદ્રેશભાઈ પાનવાલાને નિર્દોષ જાહેર કરીને તેમના પરના તમામ આરોપ દૂર

કરવામાં આવ્યા. વકીલ પક્ષે દલીલ કરી આ કેસમાં આરોપી તરફથી સિનિયર વકીલ ગૌતમ આઈ. દેસાઈ અને વકીલ ચેતન કે. શાસ્ત્રીએ કાયદાકીય બચાવની મજબૂત રજૂઆત કરી હતી. તેમણે દલીલ કરી કે ફરિયાદી દ્વારા મુકાયેલા આરોપો માત્ર તર્ક અને કલ્પનાના આધાર પર છે અને પુરાવા કોઈપણ રીતે આરોપીને દોષી સાબિત કરવા માટે પૂરતા નથી.

Leave a Reply

Related Post