Surya Gochar 2025: ચંદ્રના નક્ષત્રમાં સૂર્ય ગોચર સોનાની જેમ ચમકશે કિસ્મત

Surya Gochar 2025: ચંદ્રના નક્ષત્રમાં સૂર્ય ગોચર સોનાની જેમ ચમકશે કિસ્મત
Email :

ગ્રહોના રાજા સૂર્ય, 25 મેના રોજ નક્ષત્ર બદલશે. આ દિવસે, સૂર્યદેવ સવારે 9:40 વાગ્યે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં, સૂર્ય દેવને ઉચ્ચ પદ, સન્માન, આત્મા, નેતૃત્વ ક્ષમતા અને અધિકાર આપનાર માનવામાં આવે છે, જ્યારે રોહિણી નક્ષત્ર 27 નક્ષત્રોમાં ચોથું સ્થાન ધરાવે છે. આ નક્ષત્ર વૃષભ રાશિમાં આવે છે અને તેનો સ્વામી ચંદ્ર છે.

નવ ગ્રહોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતો ચંદ્ર સુખ, ચંચળતા, માતા, વિચારો અને મનનો દાતા માનવામાં આવે છે. રોહિણી નક્ષત્રમાં જન્મેલા લોકો સુંદર અને શાંત સ્વભાવના હોય છે. ચાલો જાણીએ કે ચંદ્ર નક્ષત્રમાં સૂર્યના ગોચરને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે.

મેષ રાશિ

સૂર્ય ગોચરથી ખુબજ શુભ ફળ પ્રાપ્ત થશે. મેષ રાશિના જાતકોના ઘરમાં ખુશીઓ ગુંજશે. યુવા વર્ગને રોકાણથી લાભ થશે. અટકેલા પૈસા પરત મળતા રાહત થશે. નોકરીયાત લોકોને ફાયદો થશે. મનગમતુ કામ મળતા આનંદ થશે. જે કામ કરશો તેનો સંતોષ મળશે. તમારામાં રહેલી ખામીઓ શોધીને આગળ વધી શકશો. જ્યાં જશો ત્યા નફો થશે. લાભ થવાથી રોકાણ કરવાનો આનંદ થશે. જે થયુ તે સારૂ થયુની ભાવના થશે.

વૃષભ રાશિ

તમારા દુશ્મનોના મનસુબા નિષ્ફળ જશે. વેપારીઓને લાભ થશે. અટકેલા કામ પૂર્ણ કરી શકશો. મુશ્કેલ સમય ગયો સમજો. સૂર્ય ગોચરની અસરથી તમારા ચહેરા પર ચમક આવશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થવાથી મન પ્રસન્ન રહેશે. જે લોકો લાંબા સમયથી એક જ કંપનીમાં કામ કરી રહ્યા છે તેમને હવે તેમની મહેનતનું ફળ મળશે. પદ પર પ્રમોશનની શક્યતા છે. આ સિવાય બોસ તમને બોનસ પણ આપી શકે છે.

ધન રાશિ

જો યુવાનો કલા ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવે તો તેમને ખ્યાતિ અને સન્માન બંને મળશે. પરિણીત લોકો તેમના મિત્રો સાથે મુસાફરી કરવાની યોજના બનાવી શકે છે. જો તમારા અને તમારા સંબંધીઓ વચ્ચે કોઈ અણબનાવ છે, તો સૂર્યની કૃપાથી મતભેદો દૂર થશે.

Leave a Reply

Related Post