Surya Gochar: મંગળના નક્ષત્રમાં ગ્રહોના રાજા સૂર્યદેવ કરશે પ્રવેશ, કિસ્મતનો મળશે સાથ

Surya Gochar: મંગળના નક્ષત્રમાં ગ્રહોના રાજા સૂર્યદેવ કરશે પ્રવેશ, કિસ્મતનો મળશે સાથ
Email :

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જો તેઓ કોઇ પર મહેરબાન થાય તો વ્યક્તિનું ભાગ્ય બદલાતા તેમને વાર નથી લાગતી. આ જાતકની સડસડાટ પ્રગત્તિ થાય છે. નોકરી, પ્રમોશન દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે. રાશિ કે નક્ષત્ર પરિવર્તનની સાથે સૂર્ય દેવ 12 રાશિ પર અસર કરે છે. સૂર્ય દેવને જાગૃત્ત દેવતા એટલે કે પ્રત્યક્ષ દેવ કહેવામાં આવે છે. સૂર્ય દેવ ફેબ્રુઆરીમાં નક્ષત્ર પરિવર્તન કરશે મંગળ ગ્રહના નક્ષત્રમાં સૂર્યદેવના આવવાથી કેટલીક રાશિની શાનદાર પ્રગત્તિ જોવા મળશે. મંગળ ગ્રહને ઉગ્ર ગ્રહ કહેવાય છે સૂર્ય તેજસ્વી ગ્રહ છે આ બંને ગ્રહોની અસર સીધી જોવા મળે છે.

 સૂર્ય દેવ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે

ફેબ્રુઆરીમાં સૂર્યના નક્ષત્ર પરિવર્તનની (Surya Nakshatra Parivartan) કેવી અસર થશે આઓ જાણીએ વિસ્તારથી. સૂર્ય દેવ ગુરૂવાર 6 ફેબ્રુઆરીએ સવારે 7 કલાક 57 મિનિટે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. મંગળના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ લાભ અપાવશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહેશે. જે કામ ઘણા સમયથી નહોતું થયું તે પૂર્ણ થશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. ધનિષ્ઠા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ શુભ ફળની પ્રાપ્તિની સાથે રહેશે. તમે બમ્પર લાભ મેળવી શકો છો. ધન-સંપત્તિમાં વૃદ્ધિની શક્યતાઓ રહેશે. કાર્યક્ષેત્રમાં વધારો થવાની સંભાવના રહેશે. કરિયરમાં સફળતા મળી શકે છે. તમારા પ્રયત્નો ફળીભૂત થશે.

કર્ક રાશિ

સૂર્ય ગ્રહ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના કારણે કર્ક રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. તમે જે કામ કરવા માંગો છો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. કરિયરના ક્ષેત્રમાં ઘણી સારી તકો મળી શકે છે. તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો. કાર્યમાં સફળ થવાના પ્રયત્નો ફળ આપશે. ઘણી સફળતા મેળવી શકો છો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર લાભદાયક રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મકાન, વાહન અને મિલકતમાં વધારો થવાની સંભાવના છે. સુખ અને શાંતિ પ્રવર્તશે, પરંતુ વિવાદોથી દૂર રહો. અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરશો નહીં. ભૌતિક સુખો પ્રાપ્ત થઈ શકે છે. અપાર સફળતા પ્રાપ્ત કરી શકશો. સંપત્તિમાં વૃદ્ધિની વિશેષ તકો રહેશે.

Related Post