સુરતમાં મિસ MP 2025 ખિતાબ વિજેતા મોડલના આપઘાતનું રહસ્ય ઘેરાયું: વીડિયો કોલ ચાલુ રાખી ફાંસો ખાધો હોવાની શંકા, પિતાએ કહ્યું- બે યુવક અને યુવતી પર શંકા, બબલીએ મારી નાખવાની ધમકી આપી'તી

સુરતમાં મિસ MP 2025 ખિતાબ વિજેતા મોડલના આપઘાતનું રહસ્ય ઘેરાયું:વીડિયો કોલ ચાલુ રાખી ફાંસો ખાધો હોવાની શંકા, પિતાએ કહ્યું- બે યુવક અને યુવતી પર શંકા, બબલીએ મારી નાખવાની ધમકી આપી'તી
Email :

સુરતના સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામમાં આવેલી સારથી રેસીડેન્સીમાં રહેતી 19 વર્ષની મોડલ સુખપ્રિત કૌર રૂમ પર એકલી હતી, તે દરમિયાન ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોતાની ત્રણ બહેનપણીઓની સાથે ચાર દિવસથી મધ્યપ્રદેશથી સુરતમાં રહેવા આવેલી સુખપ્રીત કૌરની આત્મહત્યા બાદ રહસ્ય ઘેરાઈ રહ્યું છે. પોલીસે પરિવારને જાણ કરતા પરિવાર મધ્યપ્રદેશથી સુરત ખાતે આવ્યો હતો. પરિવારે બે યુવક અને એક યુવતી પર શંકા વ્યક્ત કરી છે. આ સાથે રૂમમાંથી ટેબલ પર મૂકવામાં આવેલા મોબાઈલને લઈને વીડિયો કોલ

ચાલુ રાખી ફાંસો ખાધો હોય એવી પણ આશંકા સેવવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુખપ્રીત આ વર્ષે મિસ MP 2025 બની હતી. દરવાજો ન ખુલતા બહેનપણીઓએ પાડોશીને બોલાવી દરવાજો તોડ્યો મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેતી 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌર ચાર દિવસ પહેલા સુરત આવી હતી. અહીં સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામના સારથી કોમ્પલેક્ષના એક રૂમમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. મોડેલિંગ કામ અર્થે સુરત આવેલી

સુખપ્રીત પોતે ઘરમાં એકલી હતી, તે દરમિયાન પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોતાની બહેનપણીઓ જ્યારે રૂમ પર આવી ત્યારે સુખપ્રીતે દરવાજો નહીં ખોલતા એમની બહેનપણીઓએ પાડોશીઓને બોલાવી દરવાજો તોડ્યો હતો. આ દરમિયાન સુખપ્રીત લટકતી અવસ્થામાં જોવા મળી હતી. પરિવારે ત્રણ લોકો પર શંકા વ્યક્ત કરી ઘટના બન્યા બાદ તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવતા સારોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સુખપ્રીતના રૂમની અંદર પોલીસે તપાસ કરતા તેમને કોઈ પણ સુસાઇડ

નોટ કે અન્ય કોઈ પુરાવા મળી આવ્યા ન હતા. સુખપ્રીતના આપઘાતને પગલે મધ્યપ્રદેશના શિવપુરી રહેતા તેમના પિતાને જાણ કરવામાં આવી હતી. તેઓ તાત્કાલિક સુરત આવ્યા હતા. પરિવારે આપઘાત પગલે ત્રણ લોકો પર શંકા વ્યક્ત કરી છે. એક યુવતી અને બે યુવકના કારણે સુખપ્રીતે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સુરત આવી તે પહેલા એક યુવક સાથે ફોન પર વાતચીત થતી સુખપ્રીત સુરત આવતા પહેલા દેહરાદુન ગઈ હતી અને દેહરાદૂનથી પરત સુરત આવી હતી. સુખપ્રીત સુરત આવી તેને માત્ર ચાર

દિવસ થયા હતા. અગાઉ પણ સુખપ્રીત સુરત મોડેલિંગ માટે આવી ચૂકી છે ત્યારે આ વખતે આવી તે પહેલા એક યુવક સાથે તેમની ફોન પર ઘણી વાતચીત થતી હોવાનું તેમના પિતા લખવિંદરસિંહે જણાવ્યું હતું. વીડિયો કોલ ચાલુ રાખી ફાંસો ખાધો હોવાની શંકા જોકે, સુખપ્રીતે આપઘાત કર્યો તે પહેલાંના દિવસે પણ તેમના પિતા સાથે હસી ખુશીથી વાત કરી હતી પરંતુ, બીજા દિવસે ફોન કર્યો ત્યારે પોલીસે ફોન રિસીવ કર્યો હતો અને સમગ્ર હકીકત તેમના પિતાને જણાવી હતી. જેથી તેઓ મધ્યપ્રદેશથી સુરત આવ્યા

હતા. પિતા લખવિંદરસિંહે કહ્યું હતું કે, આપઘાત પહેલા તેમણે પોતાનો ફોન કોઈ સાથે વીડિયો કોલ કરતી હોય તે પ્રમાણે સાઈડમાં ઉભો રાખ્યો હતો. મોડેલિંગ સુખપ્રીત કરે ને પેમેન્ટ અનુરાગના ખાતામાં જમા થાય યુવતી અલગ-અલગ જગ્યાએ મોડેલિંગ માટે જતી હતી, તે દરમિયાન દિલ્હીમાં ઘણો સમય તેમનું શૂટ ચાલતું હતું અને દેહરાદૂનમાં પણ મોડેલિંગનું શૂટ ચાલતું હતું પરંતુ, આ સમગ્ર ઘટનામાં વળાંક ત્યારે આવે છે જ્યારે આ સમગ્ર કેસમાં અનુરાગ નામના વ્યક્તિનું નામ આવે છે. આ અનુરાગના એકાઉન્ટની અંદર સુખપ્રીતના મોડેલિંગના

પેમેન્ટો સીધા થતા હતા. મોડેલિંગ સુખપ્રીત કરીને આવે જ્યારે 15 હજારનું પેમેન્ટ અનુરાગના એકાઉન્ટમાં જમા થાય. પરિવારને આ અનુરાગ પર પણ પરિવારને શંકા ઉદભવી હતી. બબલી અવારનવાર મારી નાખવાની ધમકી આપતી હતી મહેન્દ્ર પણ આ બધું જાણતો હોવાથી તેમના પર પણ પરિવારને શંકા લાગી રહી છે. બીજી તરફ બબલી નામની યુવતી સુખપ્રીત સાથે જ મોડેલિંગ કરતી હતી. આ બબલી સુખપ્રીતને અવારનવાર સંભળાવતી હતી કે, તને જ કામ મળી રહ્યું છે મને શા માટે કામ મળતું નથી. આ પ્રકારની વાતો કહી

તેને મરાવી નાખવાની અને મારી નાખવાની પણ ધમકી આપતી હતી. જેથી પરિવારને આ ત્રણ વ્યક્તિઓ પર પ્રબળ શંકા ઉદ્ભવી રહી છે. આ તમામ વાતોને લઈ પરિવારે પોલીસ પાસે ન્યાયિક તપાસની અપેક્ષા રાખી છે. સુખપ્રીતના બંને મોબાઈલ કબજે લઈ ફોરેન્સિકમાં મોકલાયા સુખપ્રીતે આત્મહત્યા કરી લેતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. સુખપ્રીતની આત્મહત્યાને લઈ પોલીસે સુખપ્રીતના બંને મોબાઈલ કબજે લીધા છે અને તેમને ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સુખપ્રીત

મધ્યપ્રદેશમાં કોલેજમાં બી.એ નો અભ્યાસ કરતી હતી. જેથી, સારોલી પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસ અર્થે રવાના થઈ હતી. પોલીસ માતા-પિતાનું પણ ઇન્ટ્રોગેશન કરશે સુખપ્રીતના માતા-પિતાનું પણ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. યુવતીના આપઘાત પાછળનું સાચું કારણ તેમના મોબાઈલ ફોન થકી જાણી શકાય તેમ છે. છેલ્લે ફોન કોને કર્યો હતો? આપઘાત પાછળનું કારણ તેમના પરિવારજનો કહી રહ્યા છે તે હતું કે, પછી પોલીસ કરી રહી છે એ રિલેશન તે હતું. આ તમામ બાબતોની તપાસ પોલીસ અલગ-અલગ દિશામાં કરી રહી છે.

Leave a Reply

Related Post