બાંગ્લાદેશી ઘૂસણખોરોનું હવે શું થશે?: ડિટેન્શન સેન્ટરમાં રાખી પરત મોકલવા કાર્યવાહી કરાશે, ડિપોર્ટની સમગ્ર પ્રક્રિયા સમજો 10 સ્ટેપમાં

બાંગ્લાદેશી ઘૂસણખોરોનું હવે શું થશે?:ડિટેન્શન સેન્ટરમાં રાખી પરત મોકલવા કાર્યવાહી કરાશે, ડિપોર્ટની સમગ્ર પ્રક્રિયા સમજો 10 સ્ટેપમાં
Email :

અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધીને તેના ઘરભેગા કરવા સરકારે મોટાપાયે ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં 450 બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યુ છે અને તેઓને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની તૈયારીઓ થઈ ચૂકી છે. આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા બાદ તેઓને બાંગ્લાદેશ પરત મોકલવા સરકાર માટે પણ આસાન નથી. તેઓને ડિપોર્ટ કરવા માટે હાલ એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ સ્ટોરીમાં આગળ જાણીશું કે, શકાસ્પદ બાંગ્લાદેશીને શોધવાથી લઈને

બોર્ડર ક્રોસ કરવા સુધી તંત્રએ કેવી પ્રક્રિયા હાથ ધરવી પડે છે. બાંગ્લાદેશીઓને ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટે સરકારે પ્રતિ વ્યકિત કેટલો ખર્ચ ઉઠાવવો પડે છે. કઈ રીતે થાય છે બાંગ્લાદેશી ઘૂસણખોરની ઓળખ? ગુજરાત પોલીસે ચોક્કસ બાતમીના આધારે ચોક્કસ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી કેટલાક શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જેઓ ઘૂસણખોર છે કે નહીં તેની ખરાઈ કરવા માટે એજન્સી દ્વારા તેઓની પાસે રહેલા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને જન્મનો દાખલા જેવા ઓળખના પુરાવા માગે છે. જો તે પુરાવાઓ રજૂ

ન કરી શકે અથવા પુરાવાઓ બોગસ હોય તો તેને ડિટેઈન કરી ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે. ઘૂસણખોરોને રાખવા માટે ગુજરાતમાં ત્રણ ડિટેન્શન સેન્ટર ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે. ગુજરાતમાં ત્રણ ડિટેન્શન સેન્ટર છે. ભુજ, ભરૂચ અને અમદાવાદ. અહીં આવા બાંગ્લાદેશી સહિત ઘૂસણખોરી કરીને આવેલા વિદેશી નાગરિકોને રાખવામાં આવે છે. પરંતુ હાલ જે રીતે ગુજરાતમાં મોટી સંખ્યામાં આવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેના કારણે દરેક શહેરમાં ટેમ્પરરી ડિટેન્શન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે

જેથી તેમને ત્યાં રાખી શકાય. ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની પૂછપરછ શરૂ કરવામાં આવે છે. પૂછપરછમાં સ્ટેટ આઈ.બી., સેન્ટ્રલ આઈ.બી.ના અધિકારીઓ, સ્થાનિક પોલીસ તથા સ્થાનિક એજન્સીઓના અધિકારીઓ સંયુક્ત ઈન્ટ્રોગેશન કરતા હોય છે. સુરતમાં હાલ જે પણ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ સ્ટેટ અને સેન્ટ્રલ આઈ.બી. સાથે નેવી, એરફોર્સ અને બી.એસ.એફ.ના ઇન્ટેલિજન્સ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ, આઈ.બી. અને સુરક્ષા દળોની ઇન્ટેલિજન્સ એજન્સીઓ સંયુક્ત રીતે ઇન્ટ્રોગેશન કરી રિપોર્ટ તૈયાર કરે છે. સુરતમાં ટેમ્પરરી

ડિટેન્શન સેન્ટર ઉભું કરવામાં આવ્યું સુરતમાં કુલ 170 થી પણ વધુ શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. સુરતમાં ડિટેન્શન સેન્ટર નથી અને અન્ય શહેરોમાં ડિટેન્શન સેન્ટરની ક્ષમતા પૂર્ણ થવાના કારણે રાંદેર વિસ્તારમાં આવેલા ભિક્ષુક ગૃહમાં ટેમ્પરરી ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં તમામ લોકોને રાખવામાં આવ્યા છે. જ્યાં તેમના રહેવા અને જમવાના તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સુધી ડિપોર્ટની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ તમામ ગેરકાયદેસર રીતે આવેલા બાંગ્લાદેશીઓને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે. આ

ડિટેન્શન સેન્ટરમાં તેઓ લગભગ બે મહિના સુધી રહે છે અને કેટલીક વખત વધુ સમય પણ લાગી શકે છે. અહીં તેમના રહેવા અને જમવાના તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ડિટેન્શન સેન્ટરમાં રહેતા એક વ્યકિત પાછળ દરરોજ અંદાજિત 500 રૂ.નો ખર્ચ તમામ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને સવારે 8 વાગે ચા-બિસ્કિટ, ત્યારબાદ બપોરે 1:00 વાગે દાળ-ભાત, શાક-રોટલી, સાંજે 4:30 વાગે ફરીથી ચા-બિસ્કિટ અને રાત્રે 8:00 વાગે કઢી-ખીચડી, પુલાવ-ખીચડી, પૂરી-શાક જમવા માટે આપવામાં આવે છે. આ ડિટેન્શન સેન્ટરમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ રૂમ આપવામાં

આવ્યા છે અને રહેવાની તમામ સગવડ ઉપલબ્ધ છે. જ્યાં સુધી ડિપોર્ટની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ લોકોને આ જ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. રહેવા અને જમવાની તમામ જવાબદારી હાલ સુરત પોલીસ ઉઠાવી રહી છે. સુરત પોલીસના જણાવ્યા મુજબ એક વ્યક્તિ દીઠ આશરે રૂ. 500 નો દરરોજનો ખર્ચ થાય છે. માત્ર રહેવા અને જમવાની નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થાની પણ જવાબદારી આ ડિટેન્શન સેન્ટરમાં ખૂબ જ મહત્વની હોય છે. હાલ સુરતમાં ત્રણ શિફ્ટમાં સુરત પોલીસ અહીં બંદોબસ્તમાં રહે છે જેથી

કોઈ શંકાસ્પદ બાંગ્લાદેશી ફરાર ન થઈ જાય. આઠ-આઠ કલાકની પાળીમાં સુરત પોલીસ અહીં ફરજ પર છે. એક તરફ CCTV તો બીજી તરફ 50થી વધુ પોલીસ કર્મીઓ અહીં તહેનાત છે. તમામ બાંગ્લાદેશીઓને ઓળખ માટે અલગ અલગ નંબર આપવામાં આવ્યા છે. તેમના માટે દિવસમાં બે વખત હાજરી લેવામાં આવે છે. એટલું જ નહીં, તેમને આઈકાર્ડ બનાવીને પણ આપવામાં આવ્યા છે જેથી ઓળખ સરળતાથી થઈ શકે. તમામને રૂમ પણ એલોટ કરવામાં આવ્યા છે અને તેમની હાજરી રજીસ્ટરમાં લેવામાં આવે છે. સરપ્રાઈઝ રૂમ ચેકિંગ

પણ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ શકમંદ લોકોની પૂછપરછ કરવા માટે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ તપાસ કરતી હોય છે. અને ત્યારબાદ જે જોઈન્ટ ઇન્ટ્રોગ્રેશનમાં નિષ્કર્ષ નીકળે છે તેના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને આ રિપોર્ટ અમે ગૃહ મંત્રાલયને આપતા હોઈએ. ગૃહ મંત્રાલય જે તે દેશના એમ્બેસી અને સરકારને આ રિપોર્ટ મોકલીને તેમના નાગરિક અંગે જાણ કરતી હોય છે અને ત્યારબાદ જ ડિપોટની કાર્યવાહી હાથ ધરાય છે.

Leave a Reply

Related Post