swapna shastra: આ સપના કરે ઇશારો જીવનમાં આવશે ખુશી

swapna shastra: આ સપના કરે ઇશારો જીવનમાં આવશે ખુશી
Email :

જીવનમાં આપણને સૌ કોઇને સ્વપ્ન આવે છે. ક્યારેક આપણે ખુલ્લી આંખે જોયેલા સપના સાકાર થાયછે. તો ક્યારેક આપણને આવેલા સપનાઓ ભવિષ્યમાં આપણી સાથે થનારી ઘટનાઓ અંગે સંકેત કરે છે. આજે આપણે આવા જ કેટલાક સપના અને તેના ફળ અંગે જાણીએ.

ગાય અને વાછરડું :

જો આપણા સપનામાં ગાય અથવા વાછરડું દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ધનલાભ, સમૃદ્ધિ અને પરિવારમાં ખુશીઓના સંકેત આપે છે.

હાથી :

સ્વપ્નમાં હાથી જોવો શક્તિ, સમૃદ્ધિ અને શુભ સમાચારનો સૂચક છે.

કમળનું ફૂલ :

સ્વપ્નમાં કમળનું ફૂલ જોવું ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે.

પાણીથી ભરેલો કળશ :

સ્વપ્નમાં પાણીથી ભરેલો કળશ જોવો સમૃદ્ધિ, સુખ અને સફળતાનો સૂચક છે.

પર્વત :

સ્વપ્નમાં પર્વત ચઢવો અથવા સ્થિર પર્વત જોવો સંઘર્ષો પર વિજય અને ઉચ્ચ લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો સંકેત આપે છે.

સફેદ રંગની વસ્તુઓ :

સ્વપ્નમાં સફેદ રંગની કોઈ પણ વસ્તુ જેમ કે, સફેદ ફૂલ, સફેદ વસ્ત્રો અથવા સફેદ પ્રાણી જોવું શાંતિ, શુદ્ધતા અને શુભ સમાચારનો સૂચક છે.

પોતાનાં લગ્ન જોવાં :

જો કોઈ અવિવાહિત વ્યક્તિ પોતાનાં લગ્નનું સ્વપ્ન જુએ છે, તો તે ટૂંક સમયમાં તેના જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ અને શુભ પરિવર્તન આવવાનો સંકેત આપે છે.

મિત્રો અને પરિવાર સાથે હસવું :

સ્વપ્નમાં પોતાના મિત્રો અને પરિવાર સાથે હસવું અને ખુશ રહેવું સંબંધોમાં મધુરતા અને સુખનો સંકેત આપે છે.

અશુભ સ્વપ્નો અને તેમનાં ફળ

કેટલાંક સ્વપ્નો એવાં હોય છે જે જોવામાં ડરામણાં અથવા અપ્રિય હોય છે અને જાગ્યા પછી નકારાત્મક લાગણીઓ પેદા કરે છે. આવાં સ્વપ્નોને અશુભ માનવામાં આવે છે અને તે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ અથવા નકારાત્મક ઘટનાઓનો સંકેત આપી શકે છે.

મૃત વ્યક્તિને જોવી :

સ્વપ્નમાં કોઈ મૃત વ્યક્તિને જોવી અશુભ માનવામાં આવે છે. તે દુઃખ, નિષ્ફળતા અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સંકેત આપી શકે છે. 

Leave a Reply

Related Post