'સંદેશે આતે હે' ગીત માટે ટી-સિરીઝે 10 કરોડ ચૂકવ્યા!: 'બૉર્ડર 2'માં સોંગ રીક્રિએટ કરાશે, અત્યારસુધીના સૌથી મોંઘા રાઈટ્સ ખરીદાયા

'સંદેશે આતે હે' ગીત માટે ટી-સિરીઝે 10 કરોડ ચૂકવ્યા!:'બૉર્ડર 2'માં સોંગ રીક્રિએટ કરાશે, અત્યારસુધીના સૌથી મોંઘા રાઈટ્સ ખરીદાયા
Email :

1997ની ઓલટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલની તૈયારીઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત 'સંદેશે આતે હે'ને પણ આ ફિલ્મમાં નવા અંદાજમાં દર્શાવવામાં આવશે. જે માટે ટી-સિરીઝે ગીતને 10 કરોડ રૂપિયાની માતબાર રકમ ચૂકવીને ખરીદ્યું છે. પિન્કવિલાના રિપોર્ટનું માનીએ તો, ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે આઇકોનિક સોન્ગ 'સંદેશે આતે હે'ના રાઇટ્સ ખરીદવા માટે 10 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જે અત્યારસુધીમાં કોઈપણ ગીતને રીક્રિએટ કરવા માટે ચૂકવેલી સૌથી

વધુ રકમ માનવામાં આવી રહી છે. રીક્રિએટેડ વર્ઝન ભારતીય સેનાને ટ્રિબ્યુટ આપશે. દરેક સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ કે દેશભક્તિનો કાર્યક્રમ 'સંદેશે આતે હે' ગીત વિના અધુરો લાગે છે. ત્યારે 'બોર્ડર 2' ફિલ્મમાં પણ જીવ રેડવા માટે આ ગીતને નવા અંદાજ અને જૂની લાગણીઓ સાથે ફિલ્માવવામાં આવશે. 1997માં રિલીઝ થયેલી 'બોર્ડર' ફિલ્મમાં આ ગીત રૂપ કુમાર રાઠોડ અને સોનુ નિગમે ગાયું હતું. જ્યારે 'બોર્ડર 2' ફિલ્મમાં આ ગીતને સોનુ નિગમ અને અરજીત

સિંહ પોતાનો અવાજ આપશે. એક્ટર સની દેઓલની ફિલ્મ 'ગદર 2'ની મોટી સફળતા બાદ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર જે.પી. દત્તાએ સની દેઓલ સાથે 'બોર્ડર 2' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મમાં સની દેઓલની સાથે દિલજીત દોસાંજ, વરૂણ ધવન અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ તરીકે ગણાવવામાં આવી રહેલી 'બોર્ડર 2' ફિલ્મ 2026માં પ્રજાસત્તાક દિવસે રિલીઝ કરવાનું અનુમાન છે.

Leave a Reply

Related Post