ન્યુ ગુજરાત ઈન્વેસ્ટિગેશન: શિક્ષક દંપતી 10 કરોડથી વધુનું ફુલેકું ફેરવી કેનેડા રહેતા પુત્ર પાસે પહોંચી ગયાની શંકા

ન્યુ ગુજરાત ઈન્વેસ્ટિગેશન:શિક્ષક દંપતી 10 કરોડથી વધુનું ફુલેકું ફેરવી કેનેડા રહેતા પુત્ર પાસે પહોંચી ગયાની શંકા
Email :

મૂળ પંચમહાલના શહેરાના અને ઉમરેઠમાં શિક્ષક તરીકે ફરજ બજાવતું દંપતી ગત મે માસમાં ચારધામની યાત્રાએ ગયા બાદ ગુમ થયું કે પછી વિદેશ ફરાર થયું તેની ચર્ચાએ ઉમરેઠ પંથકમાં જોર પક્ડયું છે. ત્યારે દંપતી દ્વારા અનેક શિક્ષકો અને ગ્રામજનોને ઉઠાં ભણાવી રૂપિયા 10 કરોડથી પણ વધુ નાણા ખંખેરી વિદેશ ફરાર થઈ ગયા હોવાની શંકા પ્રબળ બની છે. કેમ કે, બંને જણાએ બે વર્ષ પછી પાસપોર્ટની અવધિ પૂરી થતી હતી તેને બદલે ગત ફેબ્રુઆરી-માર્ચમાં જ શિક્ષણવિભાગમાંથી એનઓસી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. બીજી

તરફ દંપતીનો પુત્ર કેનેડામાં રહે છે. જેથી ભાગીને ત્યાં ગયાની શંકા સેવાઇ રહી છે. ન્યુ ગુજરાતે શિક્ષક દંપતીને નાણા ઉછીના આપનાર લેણદારોને શોધી વાત કરી હતી. આ અંગે વાત કરતા શિક્ષણવિભાગના એક અગ્રણીએ જણાવ્યું હતું કે, પંચમહાલના શહેરા તાલુકાના વક્તાપુરા ગામના મુકેશભાઈ શાંતિભાઈ પટેલ અને તેમના પત્ની મનિષાબેનનો પાસપોર્ટ વર્ષ 2027માં પૂરો થતો હતો. શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે જ્યારે પણ તમે પાસપોર્ટ કઢાવવો, રિન્યુ કરાવો કે પછી વિદેશગમન કરતા હોય ત્યારે તમારે શિક્ષણ વિભાગની એનઓસી લેવાની થતી હોય છે. સામાન્ય રીતે

બે વર્ષ પછી પાસપોર્ટ પૂરો થતો હોય ત્યારે તે કિસ્સામાં તેના રિન્યુ માટેની એનઓસી લેવાની અત્યારથી શું જરૂર પડે ? એ સવાલ છે. પરંતુ અગાઉથી જ પ્રિ પ્લાનિંગ કરીને બેઠેલા બંને જણાંએ ગત ફેબ્રુઆરી-માર્ચમાં જ એનઓસી માટેની તજવીજ શરૂ કરી દીધી હતી. જેથી કોઈને શંકા પડે નહીં. વધુમાં ચારધામની યાત્રાનું બહાનું કાઢીને ત્યાં ગયા પણ હોય અને ત્યાંથી વિદેશ ફરાર થયા હોવાની શંકા પ્રબળ છે. કેમ કે 19મી મેનું તેમનું છેલ્લું સ્ટેટસ હરદ્વારનું હતું. તેઓએ તેમના ફોટા પણ અપલોડ કર્યા હતા. પરંતુ

કેટલાંક શિક્ષકોએ તેમનું સ્ટેટસ જોતાં પૂછ્યું હતું અને એ પછી અચાનક જ તેમના ફોન બંધ થઈ ગયા હતા. આમ, સમગ્ર મામલામાં તેઓ ગુમ થયા છે કે ફરાર થયા છે એ બાબત હાલ તપાસનો વિષય છે. બેન પાસેથી 12 લાખ પડાવ્યા અને આ વાત ન કહેવા કહ્યું એક શિક્ષકે જણાવ્યું હતું કે, મને 15 દિવસમાં પૈસા પરત આપી દેવાનો વાયદો કરીને નવું ઘર લેવાનું કહીને મારી પાસેથી 12 લાખ પડાવ્યા હતા. જોકે, દંપતી સાથે મારી ઓળખાણ મારી શિક્ષિકા બેનના કારણે થઈ હતી. જોકે,

તેણે મારી પાસેથી પૈસા લીધા તે વાતની જાણ મારી બેનને ન કરવા કહ્યું હતું. પરંતુ એક વખત મારી શિક્ષિકા બેને આ શખસે તેની પાસેથી ઉછીના પૈસા લીધા હોવાની હકીકત કહેતાં જ મેં પણ પૈસા આપ્યા હોવાનું જણાવ્યું હતું. આમ, બંને બહેનોને અંધારામાં રાખીને શખસે બંને પાસેથી પૈસા પડાવ્યા હતા. નિવૃત્ત શિક્ષકા પાસેથી દીકરાને વિદેશ મોકલવાનું કહી 21 લાખ પડાવ્યા હું પણ શિક્ષક હતી, હાલ નિવૃત થઈ ગઈ છું અને હાલમાં હું વિદેશમાં વસવાટ કરું છું. જોકે, નોકરીના સમયગાળા દરમિયાન મીટીંગમાં અમે મળતા ત્યારે

તેણે તેમજ તેની પત્નીએ અમારી સાથે મિત્રતા ગાઢ કરી હતી. થોડા સમય બાદ ઘરે અવર-જવર શરૂ કરી વિશ્વાસ કેળવ્યો હતો. એ પછી શખસે તેના પુત્રને કેનેડા મોકલવાનો હોઈ તથા તેને ઘર લેવાનું હોય નાણાની માંગણી કરી હતી. સંબંધ એટલો ગાઢ હતો કે હું ના ન કહી શકી. થોડા સમયમાં પૈસા પરત કરવાનો વાયદો કર્યા બાદ તેણે મારી પાસેથી રૂપિયા 21 લાખ પડાવ્યા હતા. અવાર-નવાર ઉઘરાણી કરતી ત્યારે તેનો આણંદમાં આવેલો દોઢ કરોડનો પ્લોટ વેચીને પૈસા આપી દેવાનું કહેતો હતો.> નિવૃત્ત શિક્ષકા.

Leave a Reply

Related Post