'કાયદે મેં રહો તો ફાયદે મેં રહોગે': 'સિકંદર'નું ટીઝર રિલીઝ, 'ભાઈજાન'ની હીરોગીરી સાથે ગુજરાતી સ્વેગ દેખાયો

'કાયદે મેં રહો તો ફાયદે મેં રહોગે':'સિકંદર'નું ટીઝર રિલીઝ, 'ભાઈજાન'ની હીરોગીરી સાથે ગુજરાતી સ્વેગ દેખાયો
Email :

સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર'ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. જેમાં 'ભાઈજાન'ની એક્શન, હીરોગીરી અને ગુજરાતી અવતાર જોવા મળ્યો. ટીઝરનાં અંતમાં સલમાન ખાન ગુજરાતી સ્વેગ સાથે કહેતો જોવા મળે કે 'આવું છું...'. 'ભાઈજાન' તેના જૂના એક્શન અવતારમાં સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ટીઝર શેર કર્યું છે.

ટીઝરની શરૂઆતમાં સલમાન ખાનનો અવાજ સંભળાય છે, દાદીએ નામ 'સિકંદર' રાખ્યું હતું. દાદાએ સંજય અને પ્રજાએ રાજા સાહેબ કહ્યો. આ પછી બીજો અવાજ આવે છે, પોતાને 'સિકંદર' માને છે. ઈનસાફ અપાવીશ તું? સલમાન કહે છે, 'હું ઈનસાફ અપાવવા માટે નહીં પણ સાફ કરવા માટે આવ્યો છું. પછી તરત જ ડાયલોગ આવે છે,

'કાયદે મેં રહો તો ફાયદે મેં રહોગે'. આ રીતે ટીઝર જોતા જ લાગી રહ્યું છે કે 'ભાઈજાન' તેના જૂના એક્શન અવતાર કમબેક કરશે. ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની કેમેસ્ટ્રી પણ જોવા મળશે. એક્ટ્રેસ સલમાનની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવતી દેખાશે. આગળ સલમાન ખાનના ઘણા પાવરફુલ ડાયલોગ સાંભળવા મળે છે. આ ટીઝર વીડિયો જોઈને એવું

લાગે છે કે સત્યરાજની ભૂમિકા એક રાજકારણીની છે. ટીઝરના અંતે, સલમાન કહે છે, 'ઈતની તો પોપ્યુલારિટી હૈ કિ IPS એક્ઝામ પાસ કરકે પોલીસ બન જાઉં ઔર બિના કોઈ એક્ઝામ દિએ નેતા. વિકાસ કરને પર મજબૂર ન કર, બેટે.' યુઝર્સે શાહરુખ ખાનના કેમિયોની માગ કરી સલમાન ખાન અભિનીત આ ફિલ્મનું મેકિંગ સાજિદ નડિયાદવાલા કરી રહ્યા

છે. તેનું ડિરેક્શન એ.આર. મુરુગાદોસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલમાં, ટીઝરને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. અમૂક યુઝર્સે તો ફિલ્મમાં શાહરુખ ખાનના કેમિયોની માગ કરી છે. એક યુઝરે લખ્યું, 'ભાઈ સંજય દત્ત અને શાહરુખ ખાનનો કેમિયો રાખજો ફિલ્મમાં'. એક યુઝરે લખ્યું, 'સલમાન ખાન આવી રહ્યો છે, ફિલ્મ બ્લોકબસ્ટર બનશે'. સલમાન ખાન રશ્મિકા

મંદાના સાથે જોવા મળશે સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'સિકંદર' વર્ષ 2025માં ઈદના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રખ્યાત નિર્દેશક એઆર મુરુગાદોસ કરી રહ્યા છે. આ પહેલા મુરુગાદોસે 'ગજની', 'હોલીડે' અને 'અકીરા' જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. ફિલ્મનું સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સ છે.

Related Post