YouTubeના નિયમોમાં ફેરફાર લાઈસ્ટ્રીમ પર આ ઉંમરના વ્યકિતઓ નહીં કરી શકે લાઈવ! જાણો સમગ્ર મામલો:

YouTubeના નિયમોમાં ફેરફાર લાઈસ્ટ્રીમ પર આ ઉંમરના વ્યકિતઓ નહીં કરી શકે લાઈવ! જાણો સમગ્ર મામલો
Email :

YouTubeએ પોતાની લાવઈસ્ટ્રીમિંગ પોલીસીમાં મોટો ફેરફાર કર્યો છે. 22 જુલાઈથી લાગુ થશે આ નિયમ જેમાં કોઈપણ વ્યકિત પોતાની ચેનલથી લાઈવસ્ટ્રીમ કરી શકશે પરંતુ તેની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષની હોવી જરૂરી છે. પહેલા આ ઉંમર 13 વર્ષની હતી હવે YouTube ક્રિએટર્સને લાઈવસ્ટ્રીમ કરવા માટે વયસ્કની મદદ કરવી પડશે.

નવો નિયમ શું છે?

YouTubeની ગાઈડલાઈ મુજબ જો 16 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ યુટ્યુબર હોય અને કોઈ એક વ્યક્તિ તેની સાથે લાઈવસ્ટ્રીમ કરવા માટે તૈયાર હોય, તો તે વ્યક્તિ ચેનલનો એડિટર, મેનેજર અથવા માલિક બની શકે છે. આ સાથે, તે વ્યક્તિ તે યુટ્યુબરની ચેનલમાંથી લાઈવસ્ટ્રીમ શરૂ કરી શકે છે અને તે જ ઓડિયન્સ સુધી કન્ટેન્ટ પહોંચાડી શકે છે.

હવે ફેમિલી લાઈવ સ્ટ્રીમિંગનો ટ્રેન્ડ વધશે

આ ફેરફારની સીધી અસર એ થઈ શકે છે કે હવે વધુને વધુ પરિવારો YouTube પર એકસાથે લાઇવસ્ટ્રીમ કરશે. હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકલા લાઇવ જવાની મંજૂરી નથી, તેથી માતાપિતા અથવા વાલીઓ ફક્ત ટેકનિક નિયંત્રણ જ નહીં પરંતુ લાઇવસ્ટ્રીમ દરમિયાન બાળકો પર નજર પણ રાખશે. આનાથી બાળકો અને માતાપિતા વચ્ચે એક નવો ડિજિટલ સંબંધ પણ બની શકે છે.

ફાયદા શું છે?

જો પરિવારના સભ્યો સાથે લાઇવ સ્ટ્રીમ કરે છે, તો તે માત્ર બાળકોની સલામતી સુનિશ્ચિત કરે છે, પરંતુ સાથે સમય વિતાવવાનો એક નવો ડિજિટલ રસ્તો પણ બની શકે છે. આ ફેરફાર એવા પરિવારો માટે ફાયદાકારક બની શકે છે જેઓ YouTubeને સારા પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરે છે.

પણ મુશ્કેલીઓ ઓછી નથી

ભલે ફેમિલી લાઇવસ્ટ્રીમિંગ મજાનું લાગે પણ તેમાં ઘણી મુશ્કેલીઓ પણ આવે છે. લાઇવ થવાનો અર્થ એ છે કે બધું જ દરેકને તરત જ દેખાય છે. પ્રાઈવેસીનો સાવલ ઊભો થાય છે. માતાપિતા અને બાળકો વચ્ચે શું જાહેર કરી શકાય છે અને શું ખાનગી રાખવું જોઈએ તે અંગે સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે. એ પણ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે લાઇવસ્ટ્રીમ ઇન્ટરસ્ટીંગ રહે અને YouTube ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન કરે.

યુટ્યુબનો આ નવો નિયમ બાળકોને સાયબર ધમકીઓ અને અજાણ્યાઓ સાથે લાઇવ ચેટથી થતા નુકસાનથી બચાવવામાં પણ મદદ કરશે. નિષ્ણાતો માને છે કે પરિવારોએ આવા કન્ટેન્ટ પહેલાં પોતાની મર્યાદા નક્કી કરવી જોઈએ અને એકબીજાની પ્રાઇવસીનો આદર કરવો જોઈએ.

Leave a Reply

Related Post