Gmail થઈ શકે છે હેક? જાણો ચેક કરવાની શું છે પ્રોસેસ:

Gmail થઈ શકે છે હેક? જાણો ચેક કરવાની શું છે પ્રોસેસ
Email :

Gmail હેક કરવું ખૂબ જ સરળ છે. જો તમે તમારી પ્રાઈવસીનું ધ્યાન નહીં રાખો તો સ્કેમર્સ દ્વારા તેને સરળતાથી હેક કરી શકાય છે. જો આવું થાય તો તે તમારા પર્સનલ અને પ્રોફેશનલ જીવન બંને માટે ખતરનાક બની શકે છે.

આજે, જીમેલ ફક્ત ઈમેલ પૂરતું મર્યાદિત નથી. તમારા યુટ્યુબ, ગુગલ ડ્રાઈવ, ફોટા, ડોક્યુમેન્ટ અને બેંકિંગ વિગતો પણ આ સાથે જોડાયેલ હોઈ શકે છે.

જીમેલ હેક થાય તો થઈ શકે છે નુકસાન?

જીમેલ હેક થાય છે, તો તમારો પર્સનલ ડેટા ચોરી થઈ શકે છે. ઈમેલ, ડોક્યુમેન્ટ, ફોટા અથવા કોન્ટેક્ટ લીક થઈ શકે છે.

બેન્ક ફ્રોડનું જોખમ વધે છે. જીમેલ અથવા બેન્ક વિગતો સંબંધિત OTP દ્વારા ફ્રોડ કરવામાં આવી શકે છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થઈ શકે છે. જો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જીમેલ સાથે જોડાયેલા છે, તો તે પણ જોખમમાં હોઈ શકે છે.

ફિશિંગ અથવા સ્પામ મોકલી શકાય છે. હેકર્સ તમારા એકાઉન્ટમાંથી બીજાઓને નકલી ઇમેલ મોકલી શકે છે.

કેવી રીતે જાણવું કે તમારું જીમેલ હેક થયું છે કે નહીં?

જો તમે ચેક કરવા માગતા હોવ કે તમારું જીમેલ હેક થયું છે કે નહીં, તો તમે તેને સરળતાથી ચેક કરી શકો છો. આ માટે, પહેલા તમારી Last account activity ચેક કરો. આ માટે, તમારું જીમેલ ઓપન કરો. નીચે જમણી બાજુએ આપેલા "લાસ્ટ એકાઉન્ટ એક્ટિવિટી" વિકલ્પ પર ક્લિક કરો. લોગિન હિસ્ટ્રી જોવા માટે Details પર ક્લિક કરો.

જો કોઈ અજાણ્યું લોકેશન, ડિવાઈઝ કે ટાઈમ દેખાય તો ખતરો હોઈ શકે છે. આ માટે Google Account Activity જુઓ. આ લિંક https://myaccount.google.com/security-checkup પર જાઓ.

અહીંથી, લોગિન ડિવાઈસ, એપ્સ, પાસવર્ડ અને રિકવરી ઓપ્સન ચેક કરો. આમાં તમને Unusual activity ચેતવણી દેખાશે. જો કોઈ શંકાસ્પદ લોગિન હોય તો ગૂગલ સામાન્ય રીતે તમને ઈમેલ મોકલે છે.

જીમેલ હેકિંગથી કેવી રીતે બચવું?

તમારા જીમેલ આઈડી પર એક મજબૂત પાસવર્ડ રાખો. ઉદાહરણ તરીકે આવો પાસવર્ડ વાપરો Aa45#x@z. Two-Step Verification (2FA) ચાલુ કરો. આ સિવાય, નકલી મેઈલ કે લિંક્સ પર ક્લિક કરશો નહીં. સાર્વજનિક Wi-Fi પર જીમેલમાં લોગિન કરશો નહીં. એન્ટીવાયરસ અને મોબાઈલ સુરક્ષા એપ્લિકેશનોનો ઉપયોગ કરો.

Have I Been Pwned વડે કેવી રીતે તપાસવું કે તમારું જીમેલ હેક થયું છે કે નહીં? જો તમને શંકા હોય કે તમારું જીમેલ એકાઉન્ટ ડેટા લીક અથવા હેકિંગનો ભોગ બન્યું છે, તો તમે તેને ફ્રી અને વિશ્વસનીય વેબસાઈટ Have I Been Pwned ની મદદથી સરળતાથી ચકાસી શકો છો. આ વેબસાઈટ તમને જણાવે છે કે તમારું ઈમેલ આઈડી કોઈ ડેટા બ્રીચનો ભાગ રહ્યું છે કે નહીં.

Leave a Reply

Related Post