Tech Tips: વોટ્સએપથી કેવી રીતે કમાઈ શકો છો પૈસા? જાણી લો આ ટ્રીક

Tech Tips: વોટ્સએપથી કેવી રીતે કમાઈ શકો છો પૈસા? જાણી લો આ ટ્રીક
Email :

આજના સમયમાં વોટ્સએપ ફક્ત ચેટિંગ કે વીડિયો કોલિંગનું માધ્યમ નથી પરંતુ તે એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જેનાથી તમે દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો. જો તમને લાગે છે કે વોટ્સએપ પર ફક્ત વાત કરી શકાય છે, તો હવે તમારો વિચારોને બદલવાનો સમય છે. ઘણા નાના વ્યવસાયો અને ક્રિએટરો વોટ્સએપનો ઉપયોગ કરીને સારી કમાણી કરી રહ્યા છે.

WhatsApp Business એપ દ્વારા વ્યવસાય કરો

વોટ્સએપે નાના વેપારીઓ માટે એક ખાસ એપ લોન્ચ કરી છે જેનું નામ છે વોટ્સએપ બિઝનેસ. આ એપની મદદથી તમે તમારા પ્રોડ્કટ અથવા સેવાઓનો વ્યાવસાયિક રીતે પ્રમોટ કરી શકો છો. તમે પ્રોડક્ટનું કેટલોગ, ઓટોમેટિક અથવા તો ડાયરેક્ટ રિપ્લાય, લેબલ્સ અને બિઝનેસ પ્રોફાઇલ જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને કસ્ટમરો સાથે સીધા કનેક્ટ થઈ શકો છો.

ઉદાહરણ તરીકે જો તમે કપડાં, જ્વેલરી, ઘરે બનાવેલા ખોરાક અથવા કોઈપણ લોકલ પ્રોડક્ટનો વેપાર કરો છો, તો તમે તમારા જૂના અને નવા કસ્ટમરો સાથે જોડાઈ શકો છો, ઓર્ડર લઈ શકો છો અને WhatsApp દ્વારા ઓનલાઈન પેમેન્ટ પણ મેળવી શકો છો.

એફિલિએટ માર્કેટિંગથી કમાણી

આજકાલ ઘણા ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો વગેરે એફિલિએટ પ્રોગ્રામ ચલાવે છે. આમાં તમારે તેમના ઉત્પાદનોની લિંક્સ શેર કરવાની હોય છે. તો લિંક પરથી જો કોઈ વ્યકિત ખરીદી કરે છે તો તમને એનું કમિશન પણ મળે છે.

તમે આ એફિલિએટ લિંક્સ WhatsApp ગ્રુપ્સ અથવા તમારા સંપર્કોને મોકલી શકો છો. જો તમારી પાસે એક્ટિવ યુઝર્સનું નેટવર્ક છે, તો આ ટ્રીક તમને દર મહિને 5,000 થી 25,000 રૂપિયા કમાવવામાં મદદ કરી શકે છે. 

વોટ્સએપ ગ્રુપ દ્વારા પ્રમોશન અથવા સબ્સ્ક્રિપ્શન

જો તમારી પાસે કારકિર્દી માર્ગદર્શન શેર બજાર ટિપ્સ, ફિટનેસ અથવા શિક્ષણ જેવું કોઈ ખાસ જ્ઞાન હોય તો તમે એક WhatsApp ગ્રુપ બનાવી શકો છો અને તેમાં પેઇડ મેમ્બરશિપ આપી શકો છો. ઘણા એક્સપર્ટ આવું કરી રહ્યા છે અને 99 થી 499 રૂપિયા સુધીની ફી વસૂલીને દર મહિને હજારો રૂપિયા કમાઈ રહ્યા છે. જો તમે ઇચ્છો તો તમે WhatsApp દ્વારા તમારો પેઇડ કોર્સ અથવા ઈ-બુક પણ વેચી શકો છો. એકવાર તમારી પાસે સારા ઓડિયન્સ હોયતો કમાણી સતત ચાલુ રહે છે.

નાની ડિજિટલ સેવાઓ 

જો તમને ડિજિટલ પોસ્ટર, બર્થડે કાર્ડ, સોશિયલ મીડિયા ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ કે મેનુ કાર્ડ કેવી રીતે ડિઝાઇન કરવા તે ખબર હોય, તો તમે વોટ્સએપ દ્વારા તમારી સેવાઓનો પ્રમોટ કરી શકો છો. તમે કસ્ટમર સાથે સીધી વાત કરી શકો છો, ડીલને અંતિમ સ્વરૂપ આપી શકો છો અને ઓનલાઈન પેમેન્ટ લઈને કામ કરી શકો છો

Leave a Reply

Related Post