Tech: વીજ બીલની ચિંતા વગર કરો ACનો વપરાશ, ફક્ત એક બટન દબાવો…

Tech: વીજ બીલની ચિંતા વગર કરો ACનો વપરાશ, ફક્ત એક બટન દબાવો…
Email :

ઉનાળાની ગરમીમાં લોકો ઠંડક મેળવવાના અનેક પ્રયાસ કરતા હોય છે. રસ્તા પર પસાર થતા લોકો ગરમીમાંથી રાહત મેળવવા છાંયડો શોધવા વૃક્ષ નીચે જાય છે અથવા તો કોઈ દુકાનની છત નીચે ઉભા રહે છે. જ્યારે ઘરમાં અત્યારે ઠંડક મેળવવા સૌથી વધુ ACનો ઉપયોગ થવા લાગ્યો છે. પરંતુ ACના વપરાશની સાથે ફટાફટ ફરતું મીટર ચિંતામાં વધારો કરે છે અને એસીની ઠંડકની મજા બગાડે છે. અમે તમને ACના વપરાશ સાથે કેવી રીતે વીજબીલમાં ઘટાડો કરી શકાય તેને લઈને કેટલીક ટીપ્સ આપીશું. આ માટે તમારે ફક્ત એક બટન દબાવવાનું રહેશે.

એર કન્ડિશનરનો તમે સ્માર્ટ રીતે ઉપયોગ કરી વીજ બીલ વધવાની ચિંતા દૂર કરી શકો છો. બહુ ઓછો લોકોને ખબર છે કે AC રિમોટ પર એક ખાસ બટન હોય છે જે AC ચલાવતી વખતે પાવર વપરાશ ઘટાડી શકે છે. એસી (એર કંડિશનર) વાપરતી વખતે વીજળી બચાવવા માટે કેટલીક અસરકારક રીતો છે, અને તેમાં "ઈકો મોડ" પણ એક મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. AC રિમોટમાં આવેલ ઇકો મોડ અંગે બહુ ઓછા લોકો તેની સંપૂર્ણ માહિતીથી વાકેફ નથી.

ACના ઉપયોગમાં આ રીતે બચાવો વીજળી

એસીમાં ઈકો મોડ (Eco Mode) ઝડપથી ઠંડક લાવવા બદલે ધીમી ગતિએ રફતાર વધારતો હોય છે, જેથી કમ્પ્રેસર ઓછું ચાલે અને વીજળી બચે.ઈકો મોડ સામાન્ય રીતે રૂમનું તાપમાન 24–26°C પર સ્થિર રાખે છે. આ તાપમાન કરતાં વધુ નીચું તાપમાન રાખવાથી શરીર માટે નુકસાનકારક બની શકે છે. જ્યારે પણ તમે એસીનો વપરાશ કરો ત્યારે સામાન્ય રીતે તાપમાન 24-26°C પર જ રાખો. કારણ કે 18°C કે 20°C કરતાં 24-26°C પર એસી ઓછી વીજળી વાપરે છે. દર 1 ડિગ્રી વધારે તાપમાન રાખવાથી વીજળી 3-5% ઓછી વપરાય છે.

એસીના વપરાશ વખતે ખાસ કરીને દરવાજા અને બારણાં બંધ રાખો જેથી રૂમની ઠંડક બહાર ના જાય.યાદ રાખો કે ફેન સાથે એસી ચલાવવાથી હવા સારી ફેલાય છે અને કોમ્પ્રેસર પર દબાણ ઓછું રહે છે. જો તમે રાત્રે એસી ચલાવતા હોવ તો ટાઈમર અથવા સ્લીપ મોડનો વધુ ઉપયોગ કરો. કારણ કે રાત્રે ટાઈમર લગાવવાથી એસી ચોવીસ કલાક ચાલતું નથી.સ્લીપ મોડ ઓટોમેટિક તાપમાન એડજસ્ટ કરે છે અને વીજળી બચાવે છે.

ઈકો મોડ શું કરે છે?

ઇકો મોડ અન્ય મોડ્સ કરતા ઓછો પાવર વાપરે છે. એસીની રિમોટ બટનમાં ઇકો મોડ ઓટોમેટિક તાપમાન અને પંખાની સ્પીડ મેનેજ કરે છે.તેમજ વીજળીની બચત માટે કમ્પ્રેસરને સરળ રીતે ચલાવે છે. તમે લાંબા સમય સુધી એસી ચલાવવા માંગતા હોવ ત્યારે આ મોડ સૌથી વધુ અસરકારક હોય છે.

મોટાભાગના લોકો આજે તમામ માહિતી ગૂગલ પર સર્ચ કરે છે. પરંતુ કોઈપણ ટેકનોલોજીની ખરીદી કરે ત્યારે તેની સાથએ જે મેન્યુઅલ માર્ગદર્શિકા આવે તેને પૂર્ણ રીતે વાંચતા નથી. જો આમ કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નોના ઉકેલ સરળતાથી મળી જાય અને જ્યારે પણ કોઈ સમસ્યા સર્જાય ત્યારે તમે આ માર્ગદર્શિકા મુજબ ઉકેલ લાવી શકો છો. ઘણી વખત ડેમો દરમિયાન પણ, ટેકનિશિયન સાચી માહિતી આપવાનું ભૂલી જાય છે. પરંતુ તમે માર્ગદર્શિકા વાંચી વિવિધ ઉપકરણને સરળતાથી ઉપયોગ કરી શકશો.

Leave a Reply

Related Post