વલસાડમાં ગરમીનો પ્રકોપ: તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચ્યું, બપોરે રસ્તાઓ સૂમસામ

વલસાડમાં ગરમીનો પ્રકોપ:તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચ્યું, બપોરે રસ્તાઓ સૂમસામ
Email :

વલસાડ શહેરમાં શનિવારે ગરમીનો પારો વધીને 35 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. અચાનક વધેલી ગરમીની અસર શહેરના જનજીવન પર સ્પષ્ટ જોવા મળી

હતી. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો સૂમસામ બની ગયા હતા. રસ્તા પર નીકળેલા યુવક-યુવતીઓએ ગરમીથી બચવા માટે મોઢા પર રૂમાલ અને દુપટ્ટા બાંધ્યા હતા. ગુરુવાર સુધી વહેલી સવારે ઠંડી અને દિવસ

દરમિયાન સામાન્ય તાપમાન નોંધાયું હતું. પરંતુ શનિવારે અચાનક તાપમાનમાં વધારો થયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર વાહન ચલાવતા લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. શહેરીજનોએ લૂ લાગવાની ફરિયાદ પણ કરી હતી.

Related Post