તોફાની રાધાની છેલ્લી ભાવુક વાત: યુવક-યુવતી સાથે ઝાડ પર લટકી ગયાં, TET-TAT પાસ ઉમેદવારો આંદોલનના માર્ગે, જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો જામ્યો

તોફાની રાધાની છેલ્લી ભાવુક વાત:યુવક-યુવતી સાથે ઝાડ પર લટકી ગયાં, TET-TAT પાસ ઉમેદવારો આંદોલનના માર્ગે, જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો જામ્યો
Email :

સમૂહલગ્નમાં આયોજકો ગાયબ, પોલીસે કરાવ્યા લગ્ન રાજકોટમાં સમુહલગ્નના દિવસે જ આયોજકો ગાયબ થતા વર-વધૂ અને જાનૈયાઓ રઝળી પડ્યા.. પોલીસે લગ્નવિધી સંપન્ન કરાવતા રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લાગ્યા.. કોઈ જાણકારી વગર ગાયબ થયેલા આયોજકો સામે રોષ વ્યાપ્યો. AMCના ફાયર ઓફિસર 65,000ની લાંચ લેતા ઝડપાયો એએમસીનો ફાયર ઓફિસર 65,000ની લાંચ લેતો ઝડપાયો. પ્રહલાદનગર ફાયર સ્ટેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને

ઝડપી એસીબીએ પૂછપરછ હાથ ધરી છે. જાણીતી ઈન્ફ્લુએન્સરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું રાજકોટમાં તોફાની રાધાના નામથી જાણીતી રાધિકા ધામેચા નામની ઈન્ફ્લુએન્સરે આત્મહત્યા કરી લીધી..પિતાને ફોન કરી, હું જઉં છું કહી ગળે ફાંસો ખાઈ લીધો.. આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પણ ક્રિપ્ટિક સ્ટોરી શેર કરી.. ગિરનાર તળેટી પર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ જૂનાગઢના ગિરનાર તળેટી પર આજથી ચાર દિવસ ચાલનારા

મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો . ભવનાથ મંદિર પર હરહર મહાદેવના નાદ સાથે ધ્વજા રોહણ બાદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.. પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીનો વીડિયો વાયરલ સુરતમાં પ્રેમિકાના ગળું કાપી પોતાના ગળે છરી મારનાર પ્રેમીનો વીડિયો સામે આવ્યો. જેમાં તેણે જણાવ્યું કે મૃતક પ્રેમિકાએ ખોટું બોલી અન્ય યુવક સાથે સગાઈ કરી લીધી હતી. જેનાથી તે નારાજ થયો અને આ કૃત્યને

અંજામ આપ્યો.. TET- TAT પાસ ઉમેદવારોની આંદોલનની ચીમકી રાજ્યના ટેટ ટાટ પાસ ઉમેદવારો 24 ફેબ્રુઆરી એટલે કે સોમવારે ગાંધીનગરમાં આંદોલન કરશે. .. પાંચ મુખ્ય માગોને લઈને થવા જઈ રહેલા આંદોલનમાં સો.મીડિયા પર તમામ ઉમેદવારોને હાજર રહેવા અપીલ કરાઈ.. બુટલેગર પકોડા અને તેની ગેંગનો આતંક સુરત જિલ્લાના પીપોદરા ગામમાં પુત્રના વ્હીકલ સાથે ટુવ્હીલર અથડાવા જેવી નજીવી બાબતે કુખ્યાત બુટલેગર

પકોડા અને તેની ગેંગે આતંક મચાવ્યો.. યુવકના ઘરે જઈ ઘરમાં અને ગાડીમાં આગચંપી કરી પરિવારના સભ્યો સાથે મારપીટ કરી. એટલું જ નહીં પાડોશીની દુકાન પણ સળગાવી દીધી.. 17 વર્ષના સગીર અને સગીરાનો મૃતદેહ મળ્યો ગોધરાના અછાલા ગામમાં 17 વર્ષના સગીર અને સગીરાનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો. સગીરાના પરિવારે બંને વચ્ચે પ્રેમસંબંધની વાતને નકારી હત્યાનો આક્ષેપ કર્યો

છે.. ખાનગી સ્કૂલ બસના ચાલકે બાઈક સવારને કચડ્યો બોટાદમાં ખાનગી સ્કૂલ બસના ચાલકે બાઈક સવારને કચડ્યો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ.. બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. માર્ચ પહેલા જ રાજ્યમાં થઈ ગરમીની શરુઆત માર્ચ પહેલા જ રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો..લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતા શિયાળાની વિદાયની શરુઆત થઈ..

Related Post