TET-TAT પાસ ઉમેદવારોનું સોમવારે ગાંધીનગરમાં આંદોલન: 5 મહત્વના પ્રશ્નોને લઈ એકઠા થશે, સોશિયલ મીડિયાના માધ્યમથી તમામને હાજર રહેવા અપીલ

TET-TAT પાસ ઉમેદવારોનું સોમવારે ગાંધીનગરમાં આંદોલન:5 મહત્વના પ્રશ્નોને લઈ એકઠા થશે, સોશિયલ મીડિયાના માધ્યમથી તમામને હાજર રહેવા અપીલ
Email :

ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ વધુ એકવાર પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહત્વના સાત પ્રશ્નો સંતોષવાની માગ સાથે સોમવારે 24 તારીખે ગાંધીનગરમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા ઉમેદવારોને ગાંધીનગર હાજર રહેવા અપીલ કરી છે. TET-TAT પાસ ઉમેદવારોની મુખ્ય માગ 1)શિક્ષણ સહાયક (9થી12)નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો. 2) ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો. 3) અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે

સામેલ કરવામાં આવે. 4) ગત વર્ષે મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે. 5)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોને ગાંધીનગર હાજર રહેવા અપીલ ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે તેઓ દ્વારા 24 તારીખને સોમવારે ગાંધીનગરમાં આંદોલન માટે હાજર રહેવા અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી કાચબાગતિએ ચાલતી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી બને તે માટે રજૂઆત કરાશે. 20 ફેબ્રુઆરીએ વિદ્યાસહાયક કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી હતી રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની ભરતી અંગેની કાર્યવાહીમાં ગુરુવારે વેબસાઈટ

પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું હતું. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો.1થી 5 અને ધો.6થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13852 વિદ્યાસહાયકોની ભરતી માટે 7 નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓનલાઈન અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. પ્રોવિઝનલ મેરિટ યાદીમાં ભૂલ જણાય તો 25 ફેબ્રઆરી સુધીમાં વાંધા અરજીની પ્રિન્ટ મેળવી 27 ફેબ્રુઆરી સુધીમાં વિગતો ભરીને જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરિટ યાદી જાહેર કરાશે.રાજ્ય સરકારના આ લિસ્ટ બાદ ઉમેદવારોએ પોતાની પડતર માગણીઓને લઈ આંદોલનની જાહેરાત કરી છે.

Related Post