થાઈલેન્ડના આધ્યાત્મિક નેતાઓની એકતાનગર મુલાકાત: સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળ્યું

થાઈલેન્ડના આધ્યાત્મિક નેતાઓની એકતાનગર મુલાકાત:સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળ્યું
Email :

થાઈલેન્ડના સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં થાઈ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ ગુજરાતના પાંચ દિવસના પ્રવાસે છે. પ્રતિનિધિમંડળે ગઈકાલે સાંજે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી. પ્રતિનિધિમંડળે સ્ટેચ્યૂ પરિસરમાં પદપૂજા કરી. વ્યૂઈંગ ગેલેરીમાંથી તેમણે નર્મદા

નદી, સરદાર સરોવર ડેમ અને સાતપુડા-વિંધ્યાચલની ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું. સોમદેજ ફ્રા થેરાયનમુનિએ મુલાકાત પોથીમાં પ્રતિભાવો નોંધ્યા. અધિક કલેક્ટર ગોલાપ બામણીયાએ તેમને સરદાર પટેલની પ્રતિકૃતિ ભેટ આપી. પ્રતિનિધિમંડળમાં થાઈલેન્ડના સાત સભ્યો છે. તેમાં બે સર્વોચ્ચ સાધુઓ, સંઘ સુપ્રીમ

કાઉન્સિલ ઓફ થાઈલેન્ડના એબોટ વાટ દેબસિરીન્દ્રવાસ અને પ્રોફેસર ટોંગથોંગ ચંદ્રાંસુનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળે સરદાર પટેલના જીવન પર આધારિત લેઝર શો નિહાળ્યો અને આનંદની લાગણી વ્યક્ત કરી. નર્મદા જિલ્લાની મુલાકાત બાદ પ્રતિનિધિમંડળ તેમના આગામી કાર્યક્રમો માટે રવાના થયું.

Leave a Reply

Related Post