ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઠાકોર સમાજનો દબદબો: 28 બેઠકો માટે 60 ઉમેદવારો મેદાને, 19 બેઠકો પર ઠાકોર સામે ઠાકોર

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઠાકોર સમાજનો દબદબો:28 બેઠકો માટે 60 ઉમેદવારો મેદાને, 19 બેઠકો પર ઠાકોર સામે ઠાકોર
Email :

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કુલ 28 બેઠકો માટે 60 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના 56 ઉમેદવારોમાંથી 42 ઉમેદવારો ઠાકોર સમાજના છે. બેઠકોનું વિભાજન જોઈએ તો 28માંથી એક એસસી, એક એસટી, 8 એસઈબીસી અને 18 સામાન્ય બેઠકો છે. કુલ બેઠકોમાંથી 14 બેઠકો મહિલાઓ માટે અનામત

છે. મહત્વની વાત એ છે કે 19 બેઠકો પર ઠાકોર સમાજના ઉમેદવારો આમને-સામને છે. અન્ય સમાજના ઉમેદવારોની વાત કરીએ તો બે ચૌધરી, પાંચ પટેલ, એક રબારી, એક આચાર્ય અને એક રાજપૂત સમાજના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને દરબાર-રાજપૂત સમાજની વસ્તી ધરાવતા દોલારાણા વાસણા, પીંપળજ, ધણપ જેવા ગામોની બેઠકો ઓબીસી અનામત થવાથી ઠાકોર સમાજને ફાળે

ગઈ છે. મહિલા અનામત બેઠકોમાં પણ ઠાકોર સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. અડાલજ-1, અડાલજ-2, આદરજ મોટી-1, આદરજ મોટી-2 જેવી બેઠકો પર તમામ મહિલા ઉમેદવારો ઠાકોર સમાજના છે. કેટલીક બેઠકો પર અન્ય સમાજો વચ્ચે પણ સીધી ટક્કર છે, જેમ કે છાલામાં ચૌધરી વિરુદ્ધ ચૌધરી, સાદરામાં રબારી વિરુદ્ધ ઠાકોર અને શાહપુરમાં પટેલ વિરુદ્ધ ઠાકોર ઉમેદવારો વચ્ચે મુકાબલો છે.

Related Post