'જિલ્લા સુધી કમિશન પહોંચે છે': વિપક્ષે વાઇરલ ઓડિયો જાહેરમાં સંભળાવ્યો, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે, ગટરમાં પડેલું બાળક 24 કલાકે મૃત મળ્યું

'જિલ્લા સુધી કમિશન પહોંચે છે':વિપક્ષે વાઇરલ ઓડિયો જાહેરમાં સંભળાવ્યો, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે, ગટરમાં પડેલું બાળક 24 કલાકે મૃત મળ્યું
Email :

ઉત્તર-મધ્ય ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે રાજ્યમાં ફરી એકવાર ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં પવનની ગતિ વધુ રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી તારીખ 7 અને 8 ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે. આ સાથે 8-9 અને 10 ફેબ્રુઆરી વાદળો આવવાની સંભાવના છે. આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે રાજ્યમાં ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં વધારો થશે જે 35

ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. AMCનું 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ અમદાવાદ મનપા કમિશનરે આજે વર્ષ 2025-26નું રૂ. 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. બજેટમાં મિલકત વેરા સિવાય એકપણ વેરામાં વધારો સૂચવાયો નથી. સસ્ટેનેબલ અને ક્લાઈમેટ ચેન્જ થીમ પર રજૂ કરેલા બજેટમાં અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા પર ફોકસ કરાયું છે. તો સાથે 2036 ઓલિમ્પિકની દાવેદારીને ધ્યાનેમાં રાખી અલગ અલગ વિસ્તારોમાં 15 સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવાશે. મહિલાઓ માટે પણ દરેક ઝોનમાં જિમ અને સ્વિમિંગ પૂલ બનાવવાનું આયોજન છે. ઉપરાંત નવા રોડ-રસ્તા અને રિસરફેસ માટે 1,200 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખંભાત

નગરપાલિકામાં રાજકીય ઘમસાણ ખંભાત નગરપાલિકામાં આજે સામાન્ય સભા દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો. સત્તાધારી પક્ષે માત્ર પાંચ મિનિટમાં જ તમામ ઠરાવો બહુમતીથી પસાર કરી દેતાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, વિપક્ષે પાલિકા પ્રમુખ અને મહિલા કાઉન્સિલરના પતિનો એક વાઇરલ ઓડિયો જાહેરમાં સ્પીકર ઉપર સંભળાવ્યો હતો. જે ઓડિયોમાં પ્રમુખ જણાવી રહ્યા છે કે, મારે જિલ્લા સુધી કમિશન પહોંચાડવું પડે છે અને ભાજપ બધાને ખુશ રાખે છે. ગટરમાં પડેલું બાળક 24 કલાકે મૃત હાલતમાં મળ્યું સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ સાંજના 5.30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી

ગટરમાં પડી ગયું હતું. NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. પાલિકાની બેદરકારીના કારણે બાળકનું મોત થતા પરિવારે FIR વિના મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. સરકારી આવાસ અપાવવાનું કહીં દુષ્કર્મ આચર્યું છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા સરપંચના પતિએ સરકારી આવાસ યોજનાનો લાભ અપાવવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીને ડોક્યુમેન્ટ સાથે ઘરે બોલાવી અને બીજા માળે લઈ જઈ બાથ ભરી બળજબરીપૂર્વક કુકર્મ આચર્યું અને જો કોઇને કહેશે

તો જાનથી મારી નાાખવાની ધમકી પણ આપી હતી. પીડિતા મહિલાએ ઘરે જઈને તેના ભાભીને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપી મનોજ સોલંકીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગરના બેગમ ફ્રાય સેન્ટરમાં મોટી દુર્ઘટના હિંમતનગરના બેગમ ફ્રાય સેન્ટરમાં ગેસ લીકેજ થતા જોરદાર બ્લાસ્ટ થયો. ગેસ લીકેજથી થયેલા આ બ્લાસ્ટમાં 6 કર્મચારીઓ દાઝી ગયા. જેમાંથી 2 વ્યક્તિ 65% જેટલા ગંભીર રીતે દાઝ્યા છે, જ્યારે અન્ય 4 વ્યક્તિઓ 8થી 32 ટકા સુધી દાઝ્યા છે. તમામ ઘાયલોને હાલ 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર

સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 13 વર્ષની કિશોરી પર સાવકા પિતાના દુષ્કર્મનો કેસ 13 વર્ષની કિશોરી પર સાવકા પિતાએ આચરેલા દુષ્કર્મ કેસમાં નવસારી સેશન કોર્ટે DNA પુરાવાના આધારે આરોપીને 20 વર્ષની કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. પીડિતાની માતા અંગત કારણોસર પોતાના પતિથી અલગ રહેતી હતી. અને તે છેલ્લા કેટલાક સમયથી તેના પ્રેમી સતીશ પટેલના ઘરે રહેવા ગઈ હતી. આ દરમિયાન 2024માં સતીશે એકલતાનો લાભ લઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કિશોરીને પેટમાં દુખાવો થતા તપાસ દરમિયાન તેને ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું.

Related Post