સિલાઈ કામદારની દીકરી ગુજરાતમાં પ્રથમ: શિવાની વાળાએ ત્રણ વિષયમાં 100માંથી 100 ગુણ સાથે 98.83 ટકા અને 99.99 PR મેળવ્યા

સિલાઈ કામદારની દીકરી ગુજરાતમાં પ્રથમ:શિવાની વાળાએ ત્રણ વિષયમાં 100માંથી 100 ગુણ સાથે 98.83 ટકા અને 99.99 PR મેળવ્યા
Email :

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. બોર્ડનું સમગ્ર પરિણામ 83.08 ટકા રહ્યું છે. ભાવનગર જિલ્લાનું પરિણામ 85.17 ટકા નોંધાયું છે. સિલાઈ કામના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેષભાઈની દીકરી શિવાની વાળાએ 98.83 ટકા અને 99.99 પર્સન્ટાઈલ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શિવાનીએ ત્રણ વિષયમાં

100માંથી 100 ગુણ અને ગુજરાતી ભાષામાં 99 ગુણ મેળવ્યા છે. સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ, ભાવનગરનું પરિણામ 100 ટકા રહ્યું છે. શાળાના 227 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ગુરુકુળના 72 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલથી વધુ, 125 વિદ્યાર્થીઓએ 98 પર્સન્ટાઈલથી વધુ અને 415 વિદ્યાર્થીઓએ 90 પર્સન્ટાઈલથી વધુ મેળવ્યા છે. 63 વિદ્યાર્થીઓએ

95 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. વિષયવાર ઉત્કૃષ્ટ દેખાવમાં ગણિતમાં 28, વિજ્ઞાનમાં 35, સામાજિક વિજ્ઞાનમાં 12 અને સંસ્કૃતમાં 9 વિદ્યાર્થીઓએ પૂર્ણ ગુણ મેળવ્યા છે. અંગ્રેજી વિષયમાં 7 વિદ્યાર્થીઓએ 98 ગુણ મેળવ્યા છે. શાળાના સંચાલક કે.પી.સ્વામી, આચાર્યો અને શિક્ષકોએ તમામ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી છે. <

Leave a Reply

Related Post