દીકરી પરત આવતાં પિતા ચોધાર આંસુએ રડી પડ્યા: ખુશ્બૂ પટેલના ભાઈએ કહ્યું- અમેરિકાથી અમૃતસર લાવતા સમયે હાથકડી પહેરાવી કેદી જેવો વ્યવહાર કરાયો

દીકરી પરત આવતાં પિતા ચોધાર આંસુએ રડી પડ્યા:ખુશ્બૂ પટેલના ભાઈએ કહ્યું- અમેરિકાથી અમૃતસર લાવતા સમયે હાથકડી પહેરાવી કેદી જેવો વ્યવહાર કરાયો
Email :

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડોદરાના લુણા ગામની ખુશ્બૂ પટેલ પણ પરત ફરતાં વડોદરા પોલીસની ટીમ અમદાવાદથી તેને લઈને પાદરા અને બાદમાં લુણા ગામ તેના ઘર પર પહોંચી હતી. દીકરીને જોતાં જ પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માતા-પિતાએ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે ભાઈએ કહ્યું હતું કે પોતાની બહેન સહિત જે લોકોને અમેરિકાથી અમૃતસર લાવવામાં આવ્યા ત્યારે પ્લેનમાં હાથકડી

પહેરાવી કેદી જેવો વ્યવહાર કરાયો. ખુશ્બૂ પટેલ યુરોપ થઈને અમેરિકા પહોંચી હતી અને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાના લુણા ગામની ખુશ્બૂ પટેલની ઘરવાપસી અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં વડોદરાના લુણા ગામની ખુશ્બૂ પટેલ પણ સામેલ છે. મંગળવારે 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર આવ્યા બાદ આજે વહેલી સવારના પ્લેનમાં ખુશ્બૂ સહિતના 33 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી વડોદરા પોલીસની ટીમ ખુશ્બૂને લઈને પાદરા

પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી તેના ગામ લુણા તેમના ઘરે લુણા ગામ પહોંચાડી હતી. વડોદરા પોલીસે ખુશ્બુ પટેલની પ્રાથમિક પૂછપરછ તેમના ઘર પર જ કરી હતી. દીકરીને જોઈ પિતા ચોધાર આંસુએ રડી પડ્યા અમેરિકાથી દીકરીને ડિપોર્ટ કરાયાની જાણ થતાં જ પરિવારજનો ચિંતિત બન્યાં હતાં અને હેમખેમ પરત પહોંચી જાય એ માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં. સવારે દીકરી ઘરે આવતાં જ તેને જોઈ પિતા ભાવુક બન્યા હતા અને

ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ખુશ્બૂને જોઈને માતા-પિતા બંનેએ ખુશી વ્યક્ત કરી હતી. અમેરિકન વિમાનમાં હાથકડી પહેરાવવામાં આવી- ભાઈ ખુશ્બૂ પટેલના ભાઈ વરુણ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકાથી અમૃતસર વિમાનમાં લાવવામાં આવ્યા ત્યારે લોકોને હાથકડી પહેરાવી કેદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો. ખુશ્બૂ પટેલ વાયા યુરોપ થઈને અમેરિકા ગઈ હોવાનું વરુણ પટેલે જણાવ્યું હતું કે જોકે અમેરિકા પહોંચવા માટે કેટલો ખર્ચ થયો એની જાણકારી ન હોવાનું

કહ્યું હતું, સાથે કહ્યું હતું કે તેની બહેનની માનસિક સ્થિતિ હાલ ઠીક ન હોવાના કારણે તે હાલ વાત કરી શકે એમ નથી. આ મામલે વડોદરા પોલીસે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો ખુશ્બૂ પટેલ તેના ઘરે પરત ફરતાં વડોદરા પોલીસની ટીમે તેના ઘર પર જ પ્રાથમિક પૂછપરછ કરી હતી. તેની સ્થિતિ હાલ સારી ન હોઈ, ડિટેઇલ ઈન્ટ્રોગેશન બાદમાં કરાશે. પૂછપરછ કર્યા બાદ વડોદરા પોલીસે વધુ કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો. 33

ગુજરાતી સહિત 104 ભારતીય પરત ફર્યા અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતી સહિત 104 ભારતીયને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અમેરિકન એરફોર્સના વિમાનમાં તમામને મંગળવારે બપોરે અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યાંથી આજે સવારે ફ્લાઈટમાં તમામ 33 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદથી અલગ અલગ જિલ્લા પોલીસના વાહનોમાં જે-તે જિલ્લાના લોકોને બેસાડી તેના વતન પહોંચાડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. (સંપૂર્ણ અહેવાલ વાંચો)

Related Post