એકસાથે 4 બાળકો સહિત 5 લોકોનો જનાજો નીકળ્યો: બકરાં ચરાવવા ગયેલા એક પણ જીવતા પરત ના ફર્યા, આખી રાત ગામ રોકકળથી ગુંજી ઊઠ્યું,પિતાએ કહ્યું- મારી એકની એક સિમરન જતી રહી

એકસાથે 4 બાળકો સહિત 5 લોકોનો જનાજો નીકળ્યો:બકરાં ચરાવવા ગયેલા એક પણ જીવતા પરત ના ફર્યા, આખી રાત ગામ રોકકળથી ગુંજી ઊઠ્યું,પિતાએ કહ્યું- મારી એકની એક સિમરન જતી રહી
Email :

ગઈકાલે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં થયેલા એક દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. તળાવમાં ડૂબી જવાથી લઘુમતી સમુદાયના પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 2 બાળકો અને તેમની માતાનું પણ મોત નીપજ્યું હતું. આ એક સાથે પાંચ જણના ડૂબવાની ઘટનાથી આખી રાત ગામમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે આજે વહેલી સવારે એકસાથે પાંચેયનો જનાજો નીકળતા આખું ગામ રોકકળથી ગુંજી ઊઠ્યું હતી. આ ઘટના બાદ ન્યુ ગુજરાતની ટીમ વડાવલી ગામે પહોંચી હતી અને

ખરેખરમાં ઘટના કેવી રીતે બની તે જાણવા પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી..તો આવો જાણીએ શું કહે છે પરિવારજનો... બકરીઓ ઘરે આવી પણ દિકરી ના આવી: પિતા મૃતક દિકરી સિમરનના પિતા સલીમભાઈએ જણાવ્યું કે, મારી 14 વર્ષની એકની એક દિકરી હતી અને ધોરણ 7માં ભણતી હતી. કાલે મને કિધુ કે પપ્પા હું બકરાં ચારવા જઈશ અને 5 વાગ્યા સુધીમાં આવી જઈશ. 6 વાગે મારી બકરીઓ ઘરે આવી પણ દિકરી ના આવી એટલે હું તરત જ બાઈક લઈ તેને

શોધવા માટે નીકળી ગયો. ચંપલ અને લાકડાથી ખબર પડી કે.. મૃતકોના પરિવારના સભ્ય ઈસ્માઈલ કુરેશીએ જણાવ્યું કે, શનિ-રવિની રજા હતી એટલે આખો પરિવાર બકરાં ચરાવવા માટે ગયો હતો. સાંજે 5-6 વાગ્યા બાદ બકરાં પરત ઘરે આવી ગયા પણ પરિવાર આવ્યો નહીં. ત્યારબાદ ગામના લોકો દોડતા તડાવ પાસે ગયા. તડાવ પાસે પડેલા ચંપલ અને લાકડાથી ખબર પડી કે આ છોકરાઓ પાણીમાં પડી ગયા છે. સૌથી પહેલાં એક બાળક પડ્યો હતો. ત્યારબાદ એને બચાવવા એકપછી એક બધા તડાવમાં પડ્યા હતા.

એમને કાઢવા માટે ગામના 200 જેટલા માણસો ત્યાં ગયા હતા. અંદર કૂદ્યા બાદ 4 લાશો તો ઝડપથી મળી ગઈ પણ જે પાંચમી લાશ હતી એને શોધતા શોધતા 2 કલાક જેટલો સમય લાગ્યો. 2 કલાક પછી લાશ મળી આવતા અમે તમામને ચાણસ્મા પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યારબાદ પોલીસે તમામને પોસ્ટ મોર્ડન માટે ખસેડ્યા હતા. હાલમાં તમામના જનાજાની તૈયારીઓ ચાલે છે. પછી કબ્રસ્તાન લઈ જવાશે. સરકારને મારી વિનંતી છે કે, આ ગરીબ માણસો હતા જેનો કોઈ સહારો ન હતો

તો પરિવારને થતી મદદ કરે. ઘટના કેવી રીતે બની? આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકો પણ તળાવમાં ડૂબી ગયા. ગામલોકોએ તમામને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતકમાં માતા અને 2 બાળકો, પંચાયતના પટાવાળાનો દીકરો પણ સામેલ વડાવલીના તલાટી પરમારે આ ઘટના અંગે વિકાસ અધિકારીને જાણ કરી હતી. દુઃખદ વાત એ છે કે મૃતકોમાં એક જ પરિવારની માતા અને 2 બાળકો

તેમજ ગ્રામ પંચાયત પટાવાળાના પુત્રનો સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યો છે. તલાટીએ જણાવ્યું હતું કે, સાજે સાડા પાંચ વાગ્યા આસપાસ મુસ્લિમ સમાજના બાળકો વડાવલી ગામ તળાવ પાસે બકરા ચરાવતા હતા, ત્યારે એક બાળક ડૂબતાં બીજા બાળકને બચાવવા જતા તમામ પાંચ લોકોના મોત નીપજ્યા હતા. ડૂબવાથી મોતને ભેટેલા કમનસીબ સોહેલ રહીમભાઈ કુરેશી (ઉં.વ. 14) સિમરન સલીમભાઈ સિપાહી (ઉં.વ.12) ફિરોઝા કાલુભાઈ મલેક (ઉં.વ.32) અબ્દુલ કાદિર કાલુભાઈ મલેક (ઉં.વ.10) મેહરા કાલુભાઈ મલેક (ઉં.વ.8)

Related Post