અંધશ્રદ્ધામાં જીવ ગયો: યુવતીને માતાજી આવતા હોવાનું કહી ભુવા પાસે લઈ ગયા તેણે આકરા ડામ આપ્યા પછી ખેંચ આવી અને મોત

અંધશ્રદ્ધામાં જીવ ગયો:યુવતીને માતાજી આવતા હોવાનું કહી ભુવા પાસે લઈ ગયા તેણે આકરા ડામ આપ્યા પછી ખેંચ આવી અને મોત
Email :

શિક્ષણનું સ્તર ઉંચુ જઈ રહ્યું હોવા છતાં સમાજમાં હજુ પણ અંધશ્રદ્ધા નાબૂદ થતી નથી. ભગત-ભુવાનું ચલણ હજુ પણ યથાવત હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પારડીના પલસાણા ગામમાં 22 વર્ષીય યુવતીના મૃતદેહને અંતિમક્રિયા માટે સ્મશાનમાં લઈ જવાયો હતો. ત્યારે ચિતા પર મુકેલી યુવતીના શરીર પર ડામ અપાયેલા નિશાન મળ‌તાં ગ્રામજનો ચોંકી ઉઠયા હતાં. આવેશમાં આવેલા સાથી કર્મીઓએ ભુવા (જમાઈ)ને બે તમાચા મારતાં તે સ્મશાન છોડી ભાગી છૂટયો હતો. ગ્રામજનોએ જાણ કરતાં પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા છે, પરંતુ હજુ સુધી પોલીસ-પરિવારજનો કશું બોલવા તૈયાર નથી. ન્યુ ગુજરાતની ટીમ

સ્થળ પર પહોંચી‎ત્યારે મળેલી માહિતી મુજબ‎પારડીના પલસાણા ગામમાં‎અર્જુનભાઇ હળપતિને પાંચ‎દીકરી છે. જેમાં બેના લગ્ન થઈ‎ચૂક્યા છે અને ત્રીજા નંબરની‎દિવ્યા નામની દીકરી દમણની‎સેલો કંપનીમાં કામ કરતી હતી,‎પરંતુ થોડા મહિનાથી કોઇક‎કારણોસર તે કંપનીમાં જતી ન‎હતી. તેને લગ્ન કરવા‎માતા-પિતાએ છોકરો શોધવા‎કહ્યું હતું. 12 એપ્રિલે દિવ્યાને ખેંચ‎આવતા ઇજા થવાથી તે વાપીની‎હોસ્પિટલમાં સારવાર અર્થે‎ખસેડાઇ હતી. સારવાર‎દરમિયાન તેનું મોત થયું હતું. જે‎બાદ પલસાણા ગામના સ્મશાન‎ગૃહમાં મૃતક યુવતીની‎અંતિમક્રિયા માટે‎ગ્રામજનો,સંબંધીઓ અને મિત્રો‎એકત્ર થયા હતા. આ દરમિયાન‎ચિતા પર રખાયેલા યુવતીના‎મૃતદેહના શરીર પર ડામ‎અપાયેલા નિશાન જોવા મળતા‎ગ્રામજનો ચોંકી ઉઠયા હતાં.‎માથા, પગ અને પેટ પર થયેલી‎ઈજાઓ જોઈ ત્યાં

હાજર સૌના‎હૃદય કંપી ઉઠયા હતાં. કેટલાક‎યુવાનોએ સ્મશાનમાં ભુવા‎(જમાઈ)ને માર મારતા તે સ્થળ‎પરથી ભાગી ગયો હતો.‎ગ્રામજનોએ આ કેસમાં મૃતક‎દિકરીને ન્યાય મળે તે માટે‎પોલીસને જાણ કરતાં પારડી‎પોલીસે તપાસ શરૂ કરી છે. ભુવા‎(જમાઈ)ની પોલીસે પૂછપરછ‎કરી નિવેદનો લીધા હોવાની‎માહિતી મળી રહી છે, પરંતુ‎પરિવાર અને પારડી પોલીસ આ‎ઘટના મામલે હજુ સુધી કશું‎કહેવા તૈયાર નથી અને પીએમ‎રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.‎ બોડીને ખોલવા ન દેતા શંકા ગઇ આ કેસમાં પરિવારજનોની ભૂમિકા હજુ સુધી સ્પષ્ટ થતી નથી. કારણ કે પુત્રીના અંતિમવિધિમાં બોડીને ખોલવા વગર પ્લાસ્ટિક વિટાવેલી હાલતમાં જ અગ્નિદાહની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ મૃતક યુવતીની

સાથી યુવતીઓએ બોડી ખોલવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ પરિવારે ના પાડતા હાજર ગ્રામજનોને શંકા ગઇ હતી. જેથી બોડી ખુલતાં જ ડામ આપવામાં આવ્યાં તે ચોંકાવનારી માહિતી બહાર આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવાર યુવતિની લાશને પ્લાસ્ટિક સાથે જ કેમ સળગાવવા માગતા હતા તે પણ એક પ્રશ્ન છે. વિશેરાના રિપોર્ટની‎રાહ જોઈ રહ્યા છીએ‎ યુવતીના મોતમાં પરિવારથી જાણવા મળ્યું છે કે, તેને માતાજી આવતી હોય પોતે જ શરીરે દીવો સળગાવતા તે દાઝી હતી. પરંતુ હાલ અમે ફોરેન્સિક તબીબોની પણ મદદ લીધી છે. તેમજ વિશેરાને તપાસ માટે મોકલી

છે. રિપોર્ટમાં જો કોઇ અણબનાવ બહાર આવશે તો તે મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીશું. હાલ ફોરેન્સિક રિપોર્ટ અને વિશેરાના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ. જે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. - ડો. કરનરાજ વાઘેલા, એસપી ‘જે કંઇ કહેવું હતું તે પોલીસને કહી દીધું છે’ ન્યુ ગુજરાતની ટીમ બુધવારે બપોરે મૃતક યુવતીના ઘરે પહોંચી હતી. જ્યાં પિતા અર્જુનભાઇ હળપતિ,માતા અને મૃતકની બહેન સાથે વાતચીત કરી હતી. સતત 25 મિનિટ સુધી થયેલી વાતચીતમાં પરિવારના સભ્યોએ એક જ વાત કરી હતી કે અમારે જે કંઇ પણ કહેવાનું હતું તે પોલીસને કહી

દીધું છે. પોલીસ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. હાલ અમે અમારી દીકરી ગુમાવી છે. જેથી અમારે વધારે કશું કહેવું નથી. માતાએ રડતા-રડતા કહ્યું કે લોકો ભલે ગમે તેમ કહે પણ સત્ય બહાર આવશે. બીજી તરફ બાજુમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે સ્મશાનમાં બબાલ થઈ હતી. મૃતકને ન્યાય મળે તે દિશામાં ગ્રામજનોએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. જોવાનું એ રહ્યુ કે, પિતાએ પોલીસને શુ માહિતી આપી છે. જે કોઇને મળી નથી.હાલ પરિવાર આ મામલે કોઇ સાથે વાત કરવા માટે તૈયાર પણ નથી. જોકે, પોલીસ જ હવે આ મોતનો ભેદ ઉકેલશે.

Leave a Reply

Related Post