વડનગરનું 2000 વર્ષ જૂનું શિખર સુવર્ણમય બન્યું: PMના વતનમાં CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું, સ્કૂલમાં રિસેસ પડતાં જ મોદી આ મંદિરે પહોંચી જતા

વડનગરનું 2000 વર્ષ જૂનું શિખર સુવર્ણમય બન્યું:PMના વતનમાં CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું, સ્કૂલમાં રિસેસ પડતાં જ મોદી આ મંદિરે પહોંચી જતા
Email :

વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું આજે (24 માર્ચ 2025)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર, દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે સીએમએ યજ્ઞશાળા અને લાઈટ-સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું. રૂ. 5.5 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ કરવામાં

આવ્યો નથી. ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્યમંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે રૂ. 5.5 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી છે. બાળપણમાં પીએમ દરરોજ અહીં પૂજા કરતા વડાપ્રધાનના બાળપણમાં અહીં પાસે આવેલ બી.એન સ્કૂલમાં જ અભ્યાસ દરમિયાન રિશેસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવી પૂજા અર્ચના કરતા

હતા. આજે પણ વડાપ્રધાનના જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. વડાપ્રધાન મોદીએ પ્રેરણા સંકુલમાં અભ્યાસ કર્યો વડનગરમાં રૂ. 72 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 16 જાન્યુઆરી 2025ના રોજ કર્યું હતું. આ સંકુલ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની શાળામાં મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા વિકસિત કરાયેલું આ સંકુલ વિશ્વનો પ્રથમ અનુભવાત્મક જ્ઞાન-આધારિત શિક્ષણ

કેન્દ્ર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂલ્ય આધારિત શિક્ષણના સિદ્ધાંતને અનુરૂપ, અહીં દર બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લાઓમાંથી 20 વિદ્યાર્થીઓ (10 છોકરાઓ અને 10 છોકરીઓ) તથા 10 ગાર્ડિયન શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. અત્યારસુધી 820 વિદ્યાર્થીએ અહીં તાલીમ મેળવી 1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં એક સમયે વડાપ્રધાન મોદી અભ્યાસ કરતા હતા. અહીં પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા અને રમતોની સાથે 21મી સદીના કૌશલ્યો જેવા કે લેસર કટિંગ,

3D પ્રિન્ટિંગ અને VFX જેવી આધુનિક તકનીકોનું શિક્ષણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશના 410 જિલ્લાઓના 820 વિદ્યાર્થીઓએ અહીં તાલીમ મેળવી છે. વિદ્યાર્થીઓ વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન મેળવે છે. તો આવો... હવે ન્યુ ગુજરાતે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીએ વડાપ્રધાનના વતનના 2500 વર્ષ જૂના ઇતિહાસ વિશે... ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર વતન વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શને પહોંચે છે. આ સમયે વડનગરના ઐતિહાસિક વારસા વિશે ચિંતિત પ્રો.આર.એસ. ભાવસાર તેમના

હાથમાં એક કવર સોંપે છે, જેમાં તેમણે અગાઉ 2300 વર્ષ જૂનું સ્ટ્રક્ચર અહીંથી મળ્યું હોવાનું કહ્યું અને કીર્તિ તોરણની હાજરીનો દાખલો આપી જૂનું વડનગર શોધવા હિમાયત કરી. મોદીના મુખ્યમંત્રી કાળમાં રાજ્યના પુરાતત્ત્વ વિભાગે કામગીરી શરૂ કરી. ત્યાર બાદ મોદી PM બન્યા અને કેન્દ્રીય ટીમે ઉત્ખનનનું કાર્ય શરૂ કર્યું અને 2015માં 2000 વર્ષ જૂની નગરી મળી. અહીં ક્લિક કરીને વિગતવાર વાંચો સંપૂર્ણ ઈતિહાસ... નીચે વાંચો, આજે મુખ્યમંત્રીએ વડનગરના હાટકેશ્વર મંદિરનાં દર્શન કરી શું કહ્યું..

Leave a Reply

Related Post