લલ્લા બિહારી કેસનો રેલો હવે નેતા-અધિકારી સુધી પહોંચશે: બાંગ્લાદેશી ઘૂસણખોરોએ બનાવેલા બોગસ ડોક્યુમેન્ટ મામલે પોલીસ પૂછપરછ કરશે, બિહારી 5 મકાનમાં 4 પત્ની સાથે રહેતો

લલ્લા બિહારી કેસનો રેલો હવે નેતા-અધિકારી સુધી પહોંચશે:બાંગ્લાદેશી ઘૂસણખોરોએ બનાવેલા બોગસ ડોક્યુમેન્ટ મામલે પોલીસ પૂછપરછ કરશે, બિહારી 5 મકાનમાં 4 પત્ની સાથે રહેતો
Email :

અમદાવાદમાં ચંડોળા તળાવ પાસેના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારી હાલ ફરાર છે, જ્યારે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ સ્થાનિક કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા. રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા. આ દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં તેની પણ તપાસ થઈ શકે છે. લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહંમદની પૂછપરછમાં

પોલીસને લલ્લા બિહારીના 5 ઘરના સરનામા મળ્યા હતા. લલ્લા બિહારી આ પાંચ ઘરમાં 4 પત્ની સાથે રહેતો હતો. તેના પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણીલીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડાં કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા છે. આ સાથે લલ્લા બિહારી પ્રસંગમાં રાજસ્થાનના ગયો હોવાની વાત મળતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી, પણ તે હાથ લાગ્યો નહોંતો. બોગસ દસ્તાવેજ બનાવવામાં સ્થાનિક રાજકીય નેતાઓએ મદદ કરી હોવાનો ખુલાસો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 200 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. બાંગ્લાદેશીઓની તપાસ દરમિયાન કેટલાક પાસે ભારત દેશના હોવાના આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સહિતના દસ્તાવેજ

મળ્યા છે. તો કેટલાક પાસે કોઈ પણ દસ્તાવેજ મળ્યા નથી. જે લોકો પાસે બનાવટી દસ્તાવેજ મળ્યા છે, તેમની તપાસમાં અનેક ખુલાસા થયા છે. ગેરકાયદેસર રહેતા લોકોને લલ્લા બિહારી મદદ પૂરી પાડતો હતો તેની સાથે કેટલાક રાજકીય નેતા પણ મદદ પુરી પાડતા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પકડાયેલા બાંગ્લાદેશી પૈકી કેટલાક પાસેથી ભારતના હોવાના પુરાવા મળ્યા છે. જોકે આ દસ્તાવેજો મેળવવા માટે બાંગ્લાદેશીઓને અહીંના લોકલ નેતાઓએ મદદ કરી હોવાનું સામે આવ્યું છે, તેથી તે દિશામાં તપાસ કરવામાં આવશે. આ પણ વાંચોઃ ચંડોળા તળાવ પર લલ્લા બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ લલ્લા બિહારી 5 મકાનમાં 4 પત્ની સાથે રહેતો, બેંક ખાતાની વિગતો મળી લલ્લા બિહારી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા

રાજસ્થાન ગયો હોવાનું તેના દીકરા ફતેહ મહંમદે પોલીસને જણાવ્યું હતું. જ્યારે ફતેહ મહંમદ પાસેથી પોલીસે લલ્લા બિહારીના 5 ઘરના સરનામા મળ્યા હતા. જ્યારે લલ્લા બિહારી આ પાંચ ઘરમાં 4 પત્ની સાથે રહેતો હતો. તેના પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણીલીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડાં કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા છે. ચંડોળા તળાવમાં ગેર કાયદેસર રીતે ઝુપડા બનાવીને બારોબાર ભાડે આપી દેનાર લલ્લા બિહારી હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. જ્યારે તેના દીકરા ફતેહ મહંમદની પોલીસે ધરપકડ કરી હતી. ફતેહ મહંમદની પૂછપરછમાં લલ્લા બિહારી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાજસ્થાન ગયો

હોવાનું જણાવ્યું હતું. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ રાજસ્થાન પહોંચી છે, પરંતુ લલ્લા હાથમાં આવ્યો નથી. ફતેહ મહંમદ પાસેથી પોલીસને જાણવા મળ્યું કે, લલ્લા બિહારીની 4 પત્ની હતી. જયારે તેના 5 ઘર હતા. જેમાંથી 4 ઘરમાં લલ્લા બિહારીએ પત્નીઓને રાખી હતી. જ્યારે તેના એક ઘરમાં નીચેના માળમાં સાવરણી બનાવવાનું મટિરિટલ રાખવાનું ગોડાઉન હતુ. જ્યારે ઉપરના માળે તેના કારીગરો રહેતા હતા. લલ્લા બિહારીએ ખોટું કરવામાં કંઈ બાકી ન રાખ્યું ફતેહમોહમદ પાસેથી 43 ભાડા કરાર તેમજ મહત્વના દસ્તાવેજો ક્રાઇમ બ્રાંચે જપ્ત કર્યા છે. ફતેહમોહમદની ધરપકડ બાદ હવે ચંડોળા તળાવમાં ભાડે આપનાર મકાન માલિક તેમજ ભાડુઆત વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ ભાડા કરાર બોગસ છે, જેના આધારે ક્રાઇમ બ્રાંચ

તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરે તેવી શક્યતા છે. લલ્લા બિહારી અને તેનો પુત્ર મળીને ચંડોળા તળાવમાં દેહવેપાર ચલાવતા હતા. આ સિવાય ગેરકાયદે વીજ જોડાણ આપીને લોકો પાસેથી દરમહિને ભાડુ વસુલ કરતા હતા. લલ્લા બિહારીના બાંગ્લાદેશના એજન્ટો સાથે સંપર્ક હતા, જેથી તે લાખો રૂપિયા લઇને સંખ્યાબંધ બાંગ્લાદેશીઓને અમદાવાદમાં પનાહ આપતો હતો. બાંગ્લાદેશીઓ અમદાવાદ આવે ત્યારે તેમની પાસે ગેરકાયદે કામ પણ કરાવતો હતો. લલ્લા બિહારીએ ચંડોળા તળાવમાં પોતાનુ લક્ઝ્યુરીસ ફાર્મહાઉસ પણ બનાવ્યુ હતું જેમા શરાબ શબાબ અને કબાબની મહેફીલ પણ જામતી હતી. ફતેહમોહમ્મદ પાસેથી 43 જેટલા બોગસ ભાડા કરાર, ભાડા બુક મળી આવી લલ્લા બિહારી વ્યાજખોરી સહિત સંખ્યાબંધ ગેરકાનુની કામના આરોપ છે ત્યારે તે બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં પણ માહેર

હતો. ગેરકાયદે બાંદકામો કરીને તેમા ખોટી રીતે વીજ જોડાણથી લઇને બાંગ્લાદેશીઓને રાખવાના પ્રકરણમાં આરોપી ફતેહમોહમદ પાસેથી પોલીસને સરકારી જમીન પર ગેરાકયાદે મકાન-દુકાનના 43 ભાડા કરાર મળી આવ્યા છે આ સિવાય હિસાબની ડાયરી અને 60 ભાડાની બુક મળી આવી છે. તમામ ભાડા કરાર ખોટા હોવાનું સામે આવતા હવે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ તેજ કરી છે. ભાડાકરાર ખોટા હોવાથી તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં જે કોઇ ગુનેગાર હશે, તેના વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવશે. બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આખુ નેટવર્ક ચલાવવામાં આવતુ હતું. આ પણ વાંચોઃ લલ્લા બિહારીના 2 દાયકાના સામ્રાજયનો 45 મિનિટમાં અંત લલ્લા બિહારીના કાળા કારોબારનો હિસાબ શરૂ લલ્લા બિહારીના બેંકના ટ્રાન્જેક્શનની પણ તપાસ કરવામાં આવશે. લલ્લા બિહારી દરમહિને

15 થી 20 લાખ રૂપિયા કમાતો હતો. ડ્રગ્સ, દેહવેપાર, ઘુસણખોરોને પનાહ આપવી, વ્યાજખોરી સહિતના કાળા ધંધાનો માસ્ટરમાઇન્ડ લલ્લા બિહારી છે. આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ જેવી કે ડ્રગ્સ સ્મગલિંગ, દેહ વ્યાપારનો અડ્ડો બની ગયું હતું.આ ગેરકાયદે ધંધા સાથે બાંગ્લાદેશી નાગરિકો સંકળાયેલા છે.લલ્લા બિહારીએ તેના પુત્ર સાથે મળીને મિલ્લતનગર, બોમ્બે હોટલ, દાણીલીમડા અને જુહાપુરા ખાતે પણ સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરીને વેચાણ આપ્યુ છે.આ ઉપરાંત અલગ અલગ મામલે તપાસ થશે જેમાં માલીકીની જગ્યા નહી હોવા છતાંય ગેરકાયદે મકાન-દુકાન, ગોડાઉન, બનાવીને તેના ભાડા કરારમાં લાઇટ બીલની કેવી રીતે નકલો મેળવી,તમામ ભાડુઆતો તેમજ નોટરી કરનારની પણ પુછપરછ થશે, લલ્લાના સંપર્ક રહીને બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવનાર એજન્ટોના સંપર્ક અંગે તપાસ

થશે,લલ્લાએ ચંડાળો તળાવનું દબાણ કરીને કોની પાસેથી કેટલી વસુલાત કરી તેની ઉડાણપુર્વક તપાસ થશે.આરોપી પિતા પુત્રએ આજદીન સુધી કેટલુ ભાડુ મેળવ્યુ કેટલી આવક મેળવી અને તેનુ રોકાણ કઇ જગ્યાએ કરી તેની તપાસ થશે. સ્થાનિક નેતાઓની સાથે સરકારી અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં જે રીતે લલ્લા બિહારી પોતાનું સામ્રાજય ચલાવતો હતો તેની પાછળ કેટલાક સરકારી અધિકારીઓની પણ મિલિભગત હોવાની શક્યતા છે. ત્યારે આ મામલામાં કોઈ સરકારી અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. ઘૂસણખોરોના બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં સ્થાનિક નેતાઓની સંડોવણી ખુલતા પોલીસ તેઓની પણ પૂછપરછ કરી શકે છે.

Leave a Reply

Related Post