પહેલગામ હુમલામાં 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા, પાટીલ-CMએ પરિવારને સાંત્વના આપી

પહેલગામ હુમલામાં 3 મૃતકને અંતિમ વિદાય:સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા, પાટીલ-CMએ પરિવારને સાંત્વના આપી
Email :

23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. સુરતમાં મૃતક યુવક શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરમાં મૃતક પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ દુ:ખની ઘડીમાં પાટીલ-CMએ પણ પરિવારને સાંત્વના આપી હતી. સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની પત્નીએ સી.આર.પાટીલ સમક્ષ વિલાપ કરતા

સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા. મૃતકની પત્નીએ વિલાપ કરતા કહ્યું કે મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે

મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોશો રાખીને ફરવા ગયા હતા એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. આપણા દેશની જ આર્મી આવું કહેશે તો બીજુ કોણ બોલશે. આ પણ વાંચોઃ ત્રણ ગુજરાતીઓના મોત મામલે ભાવનગર, સુરત અને અન્ય શહેરોમાં બુધવારે થયેલી ગતિવિધિની પળેપળની વિગત આ પણ વાંચો:- JKના આતંકી હુમલામાં મૃત્યુ, જન્મદિવસે શૈલેષનો મૃતદેહ સુરત પહોંચ્યો

Leave a Reply

Related Post