108 એમ્બ્યુલન્સમાં જન્મ્યું બાળક: ગીર સોમનાથના કોડિદ્રામાં ગર્ભનાળ ગળે વીંટળાયેલા બાળક અને માતાનો જીવ બચ્યો

108 એમ્બ્યુલન્સમાં જન્મ્યું બાળક:ગીર સોમનાથના કોડિદ્રામાં ગર્ભનાળ ગળે વીંટળાયેલા બાળક અને માતાનો જીવ બચ્યો
Email :

ગીર સોમનાથ જિલ્લાના કોડિદ્રા ગામમાં 108 એમ્બ્યુલન્સની ટીમે એક સગર્ભા મહિલાની કટોકટી સમયે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવીને માતા અને બાળક બંનેના જીવ બચાવ્યા છે. વેરાવળ તાલુકાના કોડિદ્રા ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતાં તાલાલા 108ને કૉલ કરવામાં આવ્યો હતો. ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) યોગેશભાઈ અને પાયલોટ

તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસૂતિની પીડા વધી જતાં સ્થળ પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ વધુ જટિલ એટલા માટે બની હતી કે બાળકની ગર્ભનાળ તેના ગળા ફરતે વીંટળાયેલી હતી. આવી જોખમી પરિસ્થિતિમાં પણ 108ના તાલીમબદ્ધ કર્મચારીઓએ 108 હેડ ઓફિસના ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક

પ્રસૂતિ કરાવી હતી. માતા અને નવજાત બાળક બંનેને વધુ સારવાર માટે વેરાવળની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની સ્થિતિ સ્થિર છે. પરિવારજનોએ કટોકટીના સમયે આશીર્વાદરૂપ બનેલી 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના 108 ઈમરજન્સી સેવાની કાર્યક્ષમતા અને તેના કર્મચારીઓની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

Related Post