'SSMB29'નો સીન લીક થતાં મેકર્સનો જીવ તાળવે ચોંટ્યો: એસએસ રાજામૌલી કાનૂની કાર્યવાહી કરી શકે છે, 1000 કરોડની ફિલ્મમાં બેદરકારી દાખવા નથી માગતા

'SSMB29'નો સીન લીક થતાં મેકર્સનો જીવ તાળવે ચોંટ્યો:એસએસ રાજામૌલી કાનૂની કાર્યવાહી કરી શકે છે, 1000 કરોડની ફિલ્મમાં બેદરકારી દાખવા નથી માગતા
Email :

એસએસ રાજામૌલી હાલમાં મહેશ બાબુ સાથે ફિલ્મ 'SSMB29'ના શૂટિંગમાં વ્યસ્ત છે. મેકર્સ શૂટિંગને ગુપ્ત રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં, તાજેતરમાં ફિલ્મના સેટ પરથી એક મહત્વપૂર્ણ સીન લીક થયું હતું. હવે મેકર્સે આ મામલે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ટાઇમ્સ નાઉ અનુસાર, મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, પરંતુ તે ટૂંક સમયમાં ફરિયાદ નોંધાવે તેવી અપેક્ષા છે. કારણ કે તે ભારતની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે, જેનું બજેટ પણ 1000 કરોડ છે. આવી સ્થિતિમાં, મેકર્સ આ બાબતમાં કોઈ બેદરકારી રાખવા માગતા નથી. વીડિયો લીક થવાથી મેકર્સ

ચિંતિત સૌ પ્રથમ મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારનની હૈદરાબાદ એરપોર્ટ પર એકસાથે તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. જોકે, પૃથ્વીરાજ આ પ્રોજેક્ટનો ભાગ બનશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર માહિતી નહોતી, પરંતુ તેની માતા દ્વારા સમાચાર લીક થયા પછી, એક પીઆરઓએ પણ પુષ્ટિ કરી હતી કે એક્ટર પણ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ પછી તાજેતરમાં ફિલ્મના સેટ પરથી લીક થયેલા સીનમાં બતાવવામાં આવ્યું હતું કે મહેશ બાબુ પૃથ્વીરાજ સુકુમારનને વ્હીલચેરમાં બેઠેલા લઈ જઈ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, 'SSMB29' બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ 2027માં અને બીજો ભાગ 2029માં રિલીઝ થઈ શકે

છે. આ ઉપરાંત, કોરાપુટના સેમિલીગુડા બ્લોકમાં તલમાલી હિલટોપ પર આ દિવસોમાં 'SSMB29' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને પ્રિયંકા ચોપરા પણ સ્ટાર કાસ્ટનો ભાગ હશે. જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહેશ બાબુ ભગવાન હનુમાનથી પ્રેરિત ભૂમિકા ભજવી શકે છે. મહેશ બાબુ 'ગુંટુર કરમ'માં જોવા મળ્યો હતો 'SSMB29' પહેલા મહેશ બાબુ ફિલ્મ 'ગુંટુર કરમ'માં જોવા મળ્યો હતો. ત્રિવિક્રમ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ શરૂઆતમાં સારી રહી હતી. પણ પછી તે કોઈ ખાસ કમાલ બતાવી શકી નહીં. આ ફિલ્મમાં મહેશ બાબુ સાથે શ્રીલીલા અને પૂજા હેગડે પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા.

Leave a Reply

Related Post