દહેગામમાં 22 લાખની ચોરી કરનાર ખજુરીયા ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો: 8 ચોરીમાં પકડાયેલો આરોપી દાહોદથી પકડાયો, LCB ની ટીમે વહેલી સવારે કોમ્બિંગ કરી ઝડપી પાડ્યો

દહેગામમાં 22 લાખની ચોરી કરનાર ખજુરીયા ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:8 ચોરીમાં પકડાયેલો આરોપી દાહોદથી પકડાયો, LCB ની ટીમે વહેલી સવારે કોમ્બિંગ કરી ઝડપી પાડ્યો
Email :

દહેગામના જલુન્દ્રા ગામની સીમમાં આવેલી ઝી હાઈજીન કંપનીમાં થયેલી 22 લાખની મોટી ચોરીના મુખ્ય સૂત્રધારને લોકલ ક્રાઈમ બ્રાંચે દાહોદથી ઝડપી પાડ્યો છે. ગરબાડા તાલુકાના ખજુરીયા ગામના સીમોડા ફળિયામાં રહેતા મલાભાઈ નુરીયાભાઈ ભાંભોર નામના આ આરોપીએ ચડ્ડી-બનિયાનધારી ગેંગ સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ

યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ LCB PI દિવાનસિંહ વાળાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. PSI એમ.એસ. રાણાની ટીમે દાહોદમાં કેમ્પ નાખી, વહેલી સવારે કોમ્બિંગ ઓપરેશન દ્વારા આરોપીને ઝડપી પાડ્યો હતો. ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીની ગેંગે કંપનીના ઓફિસના તાળા

તોડી, ટેબલના ખાના તોડીને રોકડા રૂ. 22 લાખથી વધુની ચોરી કરી હતી. આ ગુનો 2024માં દહેગામ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે મલાભાઈ ભાંભોર અગાઉ અમદાવાદ અને સાબરકાંઠા વિસ્તારમાં થયેલી 8 ચોરીઓમાં પણ પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Post