માવઠાંએ માઠી બેસાડી: હજુ 2 દિવસ મધ્યમ વરસાદ વરસી શકે છે, આજથી ગરમી ફરી રંગ બવાતશે, 3થી 5 ડિગ્રી તાપમાન વધશે

માવઠાંએ માઠી બેસાડી:હજુ 2 દિવસ મધ્યમ વરસાદ વરસી શકે છે, આજથી ગરમી ફરી રંગ બવાતશે, 3થી 5 ડિગ્રી તાપમાન વધશે
Email :

હાલ મે મહિનો ચાલી રહ્યો છે પરંતુ, રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાંને કારણે તાપમાનમાં ઘટાડો થતા ચોમાસા જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગે હજી પણ આજે અને આવતીકાલે બે દિવસ રાજ્યના અલગ- અલગ વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. સાથે આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન

વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે. જેમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવું વાવાઝોડું રહેશે. આણંદ, ભાવનગર અને ખેડા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ સાથે વીજળી પડવાની પણ સંભાવના રહેશે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત પ્રદેશના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી

મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે. 5 ડિગ્રી સુધી તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગે કમોસમી વરસાદની સાથે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થવાની પણ આગાહી કરી છે. મેં મહિનાના બીજા પખવાડીયામાં લોકોએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. 12 મેએ વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ​​​​​​

Leave a Reply

Related Post